News of Thursday, 21st June 2018
સરદારજીનો કમાલઃ માત્ર 3000 હજારના ખર્ચે 360 ડીગ્રી ફરતી સ્માર્ટ કાર કરી તૈયાર
અમૃતસર :પંજાબના સંગરુરનાં 'ભાઈ ગુરુદાસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ'માં બીટેકનો અભ્યાસ કરતા જસવીરસિંહ એક એનોખી સ્માર્ટ કાર તૈયાર કરી છે અને એ પણ માત્ર 3000 રૂપિયામાં આ કાર તૈયાર કરી છે આ કાર હાઈડ્રોલિક જેક પર 360 ડીગ્રી સુધી ફરી શકે છે
કારમાં બાઈકનું એન્જીન લગવવામાં આવ્યુ છે. એટલુ જ નહિં કારમાં ચાર લોકો બેસી શકે છે. આ કાર ગમે તેવા સાંકડા રોડ રસ્તામાં ચાલી શકે છે તેમજ પાર્ક થઈ શકે છે.
(12:06 pm IST)