મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

ઇવીએમ સુરક્ષિત અને વિશ્વાસ રાખવાની જરૂર

ચૂંટણી પંચે પણ ખાતરી આપી

નવીદિલ્હી, તા. ૨૧ : વિરોધ પક્ષોએ સાથે મળીને ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે ત્યારે બીજી બાજુ સુપ્રીમ કોર્ટની સાથે સાથે ચૂંટણી પંચે પણ રાજકીય પક્ષોની રજૂઆતને ફગાવી દીધી છે. ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશમાં ચાર મામલાઓમાં વિપક્ષની આશંકાઓને ફગાવી દઇને કહ્યું છે કે, ઇવીએમ બિલકુલ સુરક્ષિત છે અને વિશ્વાસ જાળવી રાખવાની જરૂર છે. ટેકનોક્રેટ્સના એક ગ્રુપે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે, વેરિફિકેશન માટે તમામ ઇવીએમને જોડી શકાય નહીં. ચૂંટણી પંચે કહ્યું છે કે, તમામ મામલાઓમાં ઇવીએમ અને વીવીપેટને ઉમેદવારની સામે સારીરીતે સીલ કરવામાં આવ્યા હતા. વિડિયોગ્રાફી કરવામાં આવી હતી. તમામ આક્ષેપો આધારવગરના છે.

(7:30 pm IST)