મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

હવે તમને મેકડોનલ્‍ડમાં ફેવરિટ આલુ ટિક્કી ખાવા નહીં મળે

નવી દિલ્‍હી, તા.૨૮: અમેરિકન ફાસ્‍ટફૂડ ચેઇન રેસ્‍ટોરન્‍ટ મેકડોનલ્‍ડ્‍સ દ્વારા પોતાના કેટલાક સ્‍ટોર્સ બંધ કર્યા બાદ તેને ફરીથી શરુ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ સ્‍ટોર્સમાં હવે તમારી ઘણી ફેવરિટ ફૂટ આઇટમ્‍સ મેન્‍યુમાંથી ગાયબ છે. તાજેતરમાં દિલ્‍હી-NCRમાં કંપની દ્વારા પરત શરુ કરવામાં આવેલ પોતાના ૧૩ જેટલા રેસ્‍ટોરાંમાં મેકઆલૂ અને ગ્રિલ્‍ડ ચિકન રેપ સામેલ છે. જેમાં પોતાના ભાગિદાર વિક્રમ બક્‍શી સાથે કનોટ પ્‍લાઝા રેસ્‍ટોરાં પ્રાઇવેટ લિ. સાથે કરાર કર્યા બાદ મેકડોનાલ્‍ડે આ રેસ્‍ટોરાંને ફરી શરુ કર્યા છે.

આ ઉપરાંત કંપનીએ પોતાના મેન્‍યુમાંથી ઠંડા પીણાં સેક્‍શનમાંથી માઝાને પણ દૂર કરી દીધી છે. મેકડોનલ્‍ડ્‍સના એશિયા કોર્પોરેટ રિલેશન ડિરેક્‍ટર બેરી સમે કહ્યું કે, ‘જુદા જુદા વિસ્‍તારોમાં મેકડોનલ્‍ડ્‍સ ઇન્‍ડિયાના અનુભવને વધુ સારો કરવા માટે અમે કેટલાક ઓછા લોકપ્રિય પ્રોડક્‍ટ્‍સને દૂર કર્યા છે. જેમાં મેકઆલૂ રેપ, ચિકન મેકગ્રિલ, એગ રેપ, ગ્રિલ્‍ડ ચિકન રેપ અને માઝા સહિતના બેવરેજીઝને દૂર કરવામાં આવ્‍યા છે. જયારે બાકીના મેન્‍યુમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્‍યો.'સમે વધુમાં કહ્યું કે, ‘મેન્‍યુમાં ફેરફાર સાથે અન્‍ય પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્‍યા છે જેમાં મેન્‍યુ બોર્ડ, ટ્રે મેટ્‍સ અને પેકેજિંગને નવી ડિઝાઇન આપવામાં આવી છે.' મહત્‍વનું છે કે મેકડોનલ્‍ડ્‍સ નિયંત્રિત CPR એ રવિવારે દિલ્‍હી-NCRમાં ૧૩ જેટલા રેસ્‍ટોરાંને ફરીથી ખોલવાની જાહેરાત કરી હતી.

(3:57 pm IST)