મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

ચોમાસુ સમય કરતા બે દિવસ પહેલા જ અંદમાન-નિકોબાર પહોંચ્યુ

નવીદિલ્હી,તા.૨૧: દક્ષિણ પશ્ચિમી મોનસુન દક્ષિણ અંદમાન સાગર, દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક વિસ્તાર અને નિકાબોર દ્વિપ સમૂહમાં શનિવારે વરસાદ પહોંચી ગયો હતો. અહીં સામાન્ય દિવસોમાં ૨૦ મેના રોજ મોનસુન પહોંચે છે પરંતુ આ વખતે ૨ દિવસ પહેલા જ વરસાદ અહીં પહોંચી ગયો હતો. 

આ અંગે ભારતીય હવમાન વિભાગે એક નિવેદન બહાર પાડીને માહિતી આપી હતી કે સાઉથ અંદામાન સાગર, દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં તેમજ નિકોબાર દ્વિપ સમૂહ પર મોનસુન સમય પહેલા પહોંચી ગયું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોનસુન શરૂ થતાં નિકોબાર દ્વિપ સમૂહમાં પાછલાં ૪૮ કલાકથી વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, અંદમાન સાગરમાં સમય પહેલા મોનસુન આવવાથી કેરળ તરફથી આવતાં મોનસુનમાં હજી ટાઇમિંગ પર અસર નહીં પડશે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ અને સ્કાયમેટ દ્વારા એવી આગાહી કરવામાં આવી હતી કે, આ વખતે ચોમાસું બે થી ત્રણ દિવસ મોડું થઇ શકે છે. અંદમાનમાં વરસાદ શરૂ થતાં કેરળ તરફથી આવતું ચોમાસું પણ વહેલું આવવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગ તરફથી સ્પષ્ટતા આપી છે કે આનાથી કેરળમાં ચોમાસાની શરૂઆત થવા પર કોઇ પ્રભાવ નહીં પડે અને ચોમાસું ૬ જૂનની આસપાસ શરૂ થશે જે આ પહેલા આગાહી કરવામાં આવી હતી.

(3:39 pm IST)