મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

લાર્જેસ્ટ લોન્ડ્રી લેસન માટે એરીયલ ઇન્ડીયાને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સર્ટી મળ્યું

પોતાના નવીનતમ અભિયાન Sons#Share The Loadના સમાપનમાં ઐતિહાસિક ઉત્સવમાં, એરીયલ ઇન્ડીયાને આજના દિકરાઓને લાર્જેસ્ટ લોન્ડ્રી લેસન પ્રદાન કરવાનો પ્રયાસ કર્યો અને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સર્ટીફીકેટ મેળવ્યું જ જેથી ભવિષ્યમાં બરાબર ભાગીદાર બની શકે. આ અભીયાનમાં પ્રસિધ્ધ બોલીવુડ સ્ટાર, અભિનેતા , પતિ, અને તેમની સાથે એક સંપુર્ણ પિતા- અનિલકપુરે ઉદાહરણ દ્વારા અને પ્રતિભાગીયોને પ્રોત્સાહી કરી આનુ નેતૃત્વ કર્યુ. એરીયલે વર્ષની શરૂઆતમાં વર્તમાન પેઢી સાથે પોતાના #Share The Load અભિયાનના ત્રીજા સંસ્કરણને લોન્ચ કર્યુ જેથી આગલી પેઢી સારૂ સમાજ જીવન જીવી શકે. આ વિચારના સમર્થનમાં સેલીબ્રીટી મા મંદિરા બેદી યુવાઓને આવશ્યક કૌશલ પ્રદાન કરવા માટે લાર્જેસ્ટ લોન્ડ્રી લેસનમાં જોડાયા અને પોતાના દિકરાની પરવરીશ #Share The Loadના મુલ્યોના આધારે પસંદગી કરી. રેકોર્ડ માટે ૪૦૦ દિકરાઓ લોન્ડ્રી કરવાની રીત શીખવા દ્વારા આ વિશે આગળ આવ્યા. ર૪ જાન્યુઆરી ર૦૧૯માં શેર કરાયેલ Sons#Share The Load અભિયાનને રાષ્ટ્રીય સ્તર ઉપર ૭૩ એમએમ ન્યુઝ મળ્યા છે. એરીયલના આ અભિયાનને પ્રસિધ્ધ હસ્તીઓ અને વિભિન્ન દંપતીઓનું સમર્થન પ્રાપ્ત થયું છે. જેમાં રાજકુમાર રાવ, પત્રલેખા, જવાલા ગુટ્ટા, રવિ દુબે, સરગુન મેહતા, સિધ્ધાંત ચતુર્વેદી, નેહા ધુપીયા, અંગદ બેદી અને વિશ્વસ્તરીય નામ શેરીલ સૈન્ડબર્ગ, ફેસબુકના સીઓઓ અને ધ હફીંગટન પોસ્ટના સંસ્થાપક એરીયાના હફિંગટન જેવી હસ્તીઓનો સમાવેશ થાય છે. પીએન્ડ જી ઇન્ડીયાના માર્કેટીંગ ડાયરેકટર એન્ડ ફેબ્રીક કેર લીડર સોનાલી ધવને જણાવ્યું કે#Share The Load એ હંંમેશા એવા સવાલો જે દર્શકો વિચારવા, આત્મનિરિક્ષણ કરવા અને અમલ કરવા માટે પ્રેરીત કરી ઘરેલું અસમાનતા દુર કરવાનો પ્રયત્નો કર્યા છે.

(1:50 pm IST)