મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

રાજસ્થાનના જોધપુર જિલ્લામાં ખોદકામ વેળાએ ખજાનો મળ્યો :લોકોના ટોળા ઉમટ્યા :ચાંદીના સિક્કા લૂંટવાની હૉડ મચાવી

સલાના કલા ગામમાં ઘેવરપુરી મહારાજનું મઠની દિવાલના કામ વેળાએ ખજાનો મળ્યો

રાજસ્થાનના જોધપુર જિલ્લામાં સલાના ગામમાં ખોદકામ દરમિયાન ખજાનો મળવાનો મામલો સામે આવ્યો છે. જયારે ગામના લોકોને ખજાનો મળવાની વાત ખબર પડી ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી ગયા અને તેમનામાં ચાંદીના સિક્કા લૂંટવાની હોડ મચી ગઈ હતી

જોધપુર જિલ્લાના સલાના કલા ગામમાં ઘેવરપુરી મહારાજનું મઠ છે, જ્યાં તેઓ સાધના કરતા હતા. અહીં ભગવાન શિવનું પણ એક મંદિર છે. સોમવારે બપોરે મઠની દીવારનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ચાંદીના સિક્કા મળી આવ્યા. ગ્રામીણો ઘ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચાંદીના સિક્કા ભરેલો એક ઘડો મળ્યો છે, જે એક વ્યક્તિ લઈને ચાલ્યો ગયો.

ઘેવરપુરી મહારાજ મઠમાં ખોદકામ દરમિયાન સિક્કા મળવાની વાત આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ. મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ ત્યાં પહોંચી ગયા અને ત્યાં તેઓ સિક્કા શોધવામાં લાગી ગયા, જેમાંથી ઘણા લોકોને સિક્કાઓ મળ્યા પણ હતા

(12:45 pm IST)