મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

સંક્ષિપ્તમાં

શેર બજારના સમાચાર

- જે.કે.સીમેન્ટ લી.એ છેલ્લા કવાટરમાં રૂ.૧૪૯૯૨ કરોડનો નફો કરતા રૂ.૧૦ના શેર સાથે રૂ.૧૦ ડીવીડન્ડ આપવાનું નક્કી રરેલ છે.

- યુપીએલ.લી.એ રૂ.૨માં શેર સામે રૂ.૮ શેરદીઠ ડીવીડન્ડ આપવાનું નક્કી કર્યુ કંપનીનો નફો ૨૦૨૨ કરોડ ઘટીને ૧૪૪૭ કરોડ થયો છે.

- ડો.રેડ્ડીઝ લેબોરેટરીનો નફો ૪૪ ટકા વધીને રૂ.૪૩૪ કરોડ છેલ્લા કવાટરમાં થતા તેના શેરના ભાવમાં ૪.૪ ટકા વધીને રૂ.૪૩૪ કરોડ છેલ્લા કવાટરમાં થતા તેના શેરના ભાવમાં ૪.૪૫ ટકા વધારો થતા ઉછળી ૩૧૭૧ થયો.

- સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા

- ૨૨૦૯૦થી શાખાઓ ભારતમાં તેમજ ૩૭ વિદેશોમાં શાખા ધરાવતી ભારતની સૌથી મોટી સરકારી બેન્કમાં ૧૨ ટકા ધીરાણમાં વધારો તેમજ ગ્રોસ NPAમાં ઘટાડો થવાથી તેના નફામાં સુધારો થશે.

- આઇ.સી.આઇ સી બેન્ક

- ૪૮૬૭ શાખા ધરાવતીનો ચોકખો નફો ૧.૫ ટકા વધ્યો જયારે ડીપોઝીટ ૮ ટકા વધવાથી શેરના ભાવમાં ઉછાળો આવ્યો છે.

- એર-ટેલએ રૂ.૨૫૦૦૦ કરોડના ઇસ્યુમાં મોટા ભાગે મ્યુ.ફંડ તથા વિદેશી કંપનીઓએ રોકાણ કરવાથી તેનુ ભરણું છલકાઇ ગયેલ આ ભંડોળથી સ્થાનીક હરીટ્રોને પહોંચી વળવા તેમને નાણાંકીયતાકાત મળશે.

- શ્રીસીમેન્ટના નફામાં વધારો થવાથી રૂ.૧૦ના શેર ઉપર અગાઉ ઇન્ટ્રીમ ડીવીડન્ડ રૂ.૨૫ ટકા ઉપરાંત ડ્રાઇનલ ડીવીડન્ડ રૂ.૩૫ ટકા આપવા ભલામણ કરેલ છે આમ વાર્ષિક ડીવીડન્ડ રૂ.૬૦ મળવા પાત્ર થશે

- કોર્પોરેશનબેંકની માસીક ખોટ રૂ.૬૪૮૧ કરોડ થયેલ છે. ગયા વર્ષની ખોટ રૂ.૧૮૩૮ની ખોટમાં વધારો થશે. બજારમાં તેના ભાવ ગગળવાની દહેરાત છે.

- એકઝટ પોલમાં નરેન્દ્રભાઇ મોદીની સરકાર NDA૨૬૭થી ૩૦૬ વચ્ચે ઘણી ન્યુઝ ચેનલે ગણત્રી માંડવાથી હવે મોદીસરકાર ફરી આવશે તે નક્કી થયું છે. મતદારોએ સ્થીર સરકાર આવવાથી જ વિકાસ થઇ શકે તેવું નક્કી કરેલ હોય તેમ દેખાઇ છે. તેની સામે વિરોધપક્ષોની પણ બેઠકોમાં વધારો થવાથી વિરોધ પક્ષની પણ નોંધ વધશે.

- શેર બજારની વાત કરીએ તો સ્થીર સરકાર આવવાથી શેર બજારના શેરોમાં ૨ ટકા થી ૩ ટકા ભાવ વધારો આવશે. પરંતુ ખોટો વેપાર ન થાય તેની સામે સેબીની સતત દેખરેખ રહેશે. તથા ચાંપતી નજર રાખશે.

(11:24 am IST)