મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

NASAએ શોધ્યું ધ્યાનમગ્ન યોગીવાળુ પિંડ : પાણીના પણ મળ્યા પુરાવા...

આ પ્લુટોથી પણ અબજો માઇલ દૂર છે અને આને અલ્ટિમા થુલે નામ આપવામાં આવ્યું છે

નવી દિલ્હી તા. ૨૧ : વડાપ્રધાન મોદીએ કેદારનાથમાં ગુફામાં બેસીને ધ્યાન કર્યું હતું. એ યોગ ધ્યાનની એક અન્ય તસવીર ધ્યાન ખેંચી રહી છે, જો કે આને વડાપ્રધાન મોદી સાથે કોઈ લેવાદેવા નથી. નાસાએ આ ફોટો શેર કર્યો છે કે જે અંતરિક્ષમાં ઉપસ્થિત એક ખગોળીય પિંડ છે. નાસા અનુસાર આ સૌથી વધારે દૂરી પર સ્થિત એક પિંડ છે, જેનો ફોટો એકચ્યુઅલ ફોટો કેપ્ચર કરવો મુશ્કેલ બન્યો છે. આની આકૃતિ ધ્યાનમાં બેઠેલા કોઈ મનુષ્યની જેમ છે. આ પ્લૂટોથી પણ અબજો માઈલ દૂર છે અને આને અલ્ટિમા થુલે નામ આપવામાં આવ્યું છે. આ તસવીર નાસાના યાન ન્યૂ હોરાઈઝન્સથી લેવામાં આવી છે.

 અલ્ટિમા થુલેનું પૃથ્વીથી અંતર ખૂબ વધુ છે. હકીકતમાં આ પિંડને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. મોટો ભાગ કે જે ખૂબ સમતલ છે, તેને અલ્ટિમા નામ આપવામાં આવ્યું છે અને આની સાથે જોડાયેલા ગોળ આકારના ભાગને થુલે કહેવામાં આવ્યો છે. આ બંને જયાં જોડાય છે તેને નેક નામ આપવામાં આવ્યું છે. ૧૭ મેના રોજ પબ્લિશ સાયન્સ જર્નલમાં તેને  '2014 MU69' નામ આપવામાં આવ્યું છે. આ પિંડની આકૃતિ એકદમ ધ્યાનમાં બેઠેલા માણસની જેવી છે. માનવામાં આવે છે કે ગ્રહોના નિર્માણ સમયે જ આ પણ અસ્તિત્વમાં આવ્યું હતું.

નાસાના ન્યૂ હોરાઈઝન યાન પૃથ્વીથી ૬.૬ અબજ કિલોમીટર દૂર છે અને આ કૂઈપર બેલ્ટમાં તેજીથી પ્રવેશ કરી રહ્યો છે. તેની ગતિ આશરે ૫૩,૦૦૦ કિલોમીટર પ્રતિ કલાક છે. ન્યૂ હોરાઈઝનથી અલ્ટિમા થુલેનો ફોટો લેવામાં આવ્યો. આ પિંડની સપાટી લાલ છે, અનુમાન છે કે ત્યાં જવાળામુખી પણ હશે. આનો આકાર પ્લૂટોથી પણ મોટો છે. અલ્ટિમા થુલેની સપાટી પર વૈજ્ઞાનિકોને મેથેનોલની વોટર આઈસના અંશ મળ્યા છે. જો કે અહીંયા બરફ થોડો અલગ પ્રકારનો છે.

વૈજ્ઞાનિકો અનુસાર અલ્ટિમા થુલેની સપાટી આગની જેમ લાલ છે અને આના કારણે કહી શકાય કે ત્યાં જાગૃત જવાળામુખી છે. આ સીવાય તેની સપાટી પર એવા ખાડા છે કે જે મુખ્યત્વે વિસ્ફોટથી બને છે. અનુમાન એ પણ છે કે આ ખાડા કોઈ મોટુ પિંડ ટકરાવવાના કારણે બન્યા છે. નાસા દ્વારા જાહેર આ ફોટો જાન્યુઆરીની શરૂઆતમાં લેવામાં આવ્યો હતો.

(10:23 am IST)