મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

ભારતની ચૂંટણીમાં ફેસબુક-ગૂગલ માલામાલ

ગૂગલ પર બીજેપીએ ૧૭ કરોડ તો કોંગ્રેસે ફેસબુક પર ૧.૪૬ કરોડ ખર્ચ કર્યા

નવી દિલ્‍હી, તા. ર૧ : ભારતમાં રાજકીય પક્ષોએ આ વર્ષે ફેબ્રુઆરીથી પહેલા અત્‍યાર સુધી ફેસબુક અને ગૂગલ વગેરે ડિજિટલ પ્‍લેટફોર્મ પર પ્રચારના મદમાં પ૩ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા. એમાં સત્તારૂઢ બીજેપીની ભાગીદારી સૌથી વધુ રહી. ફેસબુકની જાહેરાત સાથે જોડાયેલા રિપોર્ટ અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીની શરૂઆતથી ૧પ મે સુધી એના પ્‍લેટફોર્મ પર ૧.ર૧ લાખ રાજકીય જાહેરાત ચાલી. આ જાહેરાતો પર રાજકીય પાર્ટીઓએ ર૬.પ કરોડ રૂપિયા ખર્ચ કર્યા.

આ પ્રકારે ગૂગલ, યુટયુબ અને એની સહાય કંપનીઓ પર ૧૯ ફેબ્રુઆરથી અત્‍યાર સુધી ૧૪,૮૩૭ જાહેરાતો પર રાજકીય પક્ષોએ ર૭.૩૬ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. સત્તારૂઢ બીજેપીએ ફેસબુક પર રપ૦૦થી વધુ જાહેરાતો પર ૪.ર૩ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. માય ફર્સ્‍ટ વોટ ફોર મોદી, ભારતના મનની વાત અને નેશન વિથ નમો જેવા પેજે પણ સોશ્‍યલ નેટવર્કીંગ પર જાહેરાતો પર ૪ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. ગૂગલના મંચ પર બીજેપીએ ૧૭ કરોડ રૂપિયા ખર્ચ કર્યા.

કોંગ્રેસે ફેસબુક પર ૩૬૮૬ જાહેરાતો પર ૧.૪૬ કરોડ રૂપિયા ખર્ચ કર્યા તો બીજી તરફ ગૂગલ પર ૪રપ જાહેરાતો પર રાહુલ ગાંધીના નેતૃત્‍વવાળી પાર્ટીનો ખર્ચ ર.૭૧ કરોડ રૂપિયા રહ્યો. ફેસબુકના આંકડાના અનુસાર તૃણમૂલ કોંગ્રેસે એના મંચ પર જાહેરાતો પર ર૯.ર૮ લાખ રૂપિયા ખર્ચ કર્યા. આમ આદમી પાર્ટીએ ફેસબુક પર ૧૭૬ જાહેરાતો ચલાવી અને એના માટે એણે ૧૩.૬ર લાખ રૂપિયા ખર્ચ કર્યા હતાં.

ગૂગલના અનુસાર એના પ્‍લેટફોર્મ પર ઓબર્ન ડિજિટલ સોલ્‍યુશન્‍સ તમારા માટે જાહેરાત કરી રહ્યા છે અને એને ૧૯ મે બાદ ર.૧૮ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્‍યા.

(10:07 am IST)