મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

''હયુસ્ટન ઇફતાર'': અમેરિકાના હયુસ્ટનમાં તમામ કોમ્યુનીટીના સંયુકત ઉપક્રમે છેલ્લા ૨૦ વર્ષથી યોજાતી પાર્ટીઃ આ વર્ષે યોજાયેલી ઇફતાર પાર્ટીમાં મેયર, કોંગ્રેસમેન, કોંગ્રેસવુમન, સહિત બે હજાર લોકોની હાજરી

હયુસ્ટનઃ ''હયુસ્ટન ઇફતાર'' હયુસ્ટનમાં વસતા મુસ્લિમ, નોન મુસ્લિમ, મહિલાઓ, પુરૂષો, યુવાનો અને વૃધ્ધો, પ્રોફેશ્નલ્શ તથા બિઝનેસ પર્સન સહિત તમામ કોમ્યુનીટીના બનેલા ગૃપ દ્વારા દર છેલ્લા ૨૦ વર્ષથી વર્ષે રઝમાન માસમાં ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે પણ દાઉદી વહોરા કોમ્યુનીટી ઓફ હયુસ્ટનના અધ્યક્ષ પદે ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં મેયર, કોંગ્રેસવુમન તથા કોંગ્રેસમેન સહિત બે હજાર લોકોએ હાજરી આપી હતી. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(8:42 pm IST)