મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત ષડયંત્ર હતી : એક્ઝિટ પોલના પરિણામ સાચા હોય તો તેનો અર્થ ઇવીએમમાં ગરબડ:કોંગ્રેસ નેતા રશીદ અલવી

એક્ઝિટ પોલ કરાવનારી કંપનીઓ એકતરફી કામ કરી રહી છે અને આ નિષ્પક્ષ નથી.

નવી દિલ્હી ;લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ જાહેર થયા હતા જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં કેન્દ્રમાં ભાજપને બહુમતી મળતી હોવાનું તારાં  નીકળ્યું હતું ત્યારે કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ કહ્યું હતું કે એક્ઝિટ પોલના પરિણામ સાચા રહ્યા તો તેનો સીધો અર્થ છે કે ઇવીએમમાં ગરબડ કરવામાં આવી છે. બધા એક્ઝિટ પોલ લગભગ એક જેવા જ પરિણામ આપી રહ્યા છે તેથી તેની ઉપર વિશ્વાસ કરી શકાય નહીં.

રાશિદ અલ્વીએ કહ્યું છે કે જો એક્ઝિટ પોલ સટીક રહે છે તો ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત એક ષડયંત્ર હતી. આ રાજ્યમાં અમારી જીત સાથે એવો વિશ્વાસ કરાવ્યો કે ઇવીએમ સાચા છે અને ચૂંટણી પંચમાં સરકારની કોઈ દખલ નથી.

રાશિદે એક્ઝિટ પોલ કરાવનારી કંપનીઓ ઉપર પર પ્રહારો કર્યા હતા. અલ્વીએ કહ્યું હતું કે ઘણા સમયથી આ કંપનીઓ પર સ્ટિંગ ઓપરેશન કર્યા હતા. આ દરમિયાન એ ખબર પડી હતી કે કંપનીઓ એકતરફી કામ કરી રહી છે અને આ નિષ્પક્ષ નથી.

  અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે અંતિમ તબક્કાના મતદાન સાથે જ એક્ઝિટ પોલ આવ્યા હતા. બધા એક્ઝિટ પોલમાં એનડીએને 300થી વધારે સીટો આપવામાં આવી રહી છે

(12:00 am IST)