મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

અમેરિકાના કેલિફોર્નિયામાં સન્નીવલે હિન્દૂ ટેમ્પલ ખાતે આવતીકાલ મંગળવારે સંકટ ચતુર્થી ઉજવાશે : શ્રી ગણેશ અભિષેકમ , અર્ચના ,આરતી ,તથા પ્રસાદ સાથે થનારી ઉજવણી : 25 મે શનિવારે શ્રી જગન્નાથ પૂજા તથા સુંદરકાંડના પાઠનું આયોજન

કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં સન્નીવલે હિન્દૂ ટેમ્પલ 450,પર્શિયન ડ્રાઈવ , ખાતે આવતીકાલ મંગળવારે સંકટ ચતુર્થી ઉજવાશે જેનો સમય સાંજે 7 થી 8 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. શ્રી ગણેશ અભિષેકમ , અર્ચના ,આરતી ,તથા પ્રસાદ સાથે થનારી ઉજવણીમાં  તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે.બાદમાં 25 મે શનિવારે સવારે 11 વાગ્યે શ્રી જગન્નાથ પૂજા તથા બપોરે 2 વાગ્યે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું છે.વિશેષ માહિતી કોન્ટેક ન.(408) 734-4554 દ્વારા મળી શકશે તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:31 am IST)