News of Tuesday, 21st May 2019
ક્યાં સુધી હિન્દુઓની લાગણી દુભાવ્યે રાખશો? : ફરિયાદ થાય એટલે માફી માંગી લઇ ફરી પાછું શરમજનક કૃત્ય ? : ઓનલાઇન વેચાણ કરતી ઈ-જાયન્ટ એમેઝોન વિરુધ્ધ હિન્દુઓનો આક્રોશ : બાથરૂમ ટાઇલ્સ, સાદડી ,સહિતની ઘર વપરાશની ચીજો ઉપર હિન્દૂ દેવી દેવતાઓના ફોટાઓ મુકવાનું હજુ પણ ચાલુ
યુ.એસ.: બાથરૂમ ટાઇલ્સ, સાદડી ,સહિતની ઘર વપરાશની ચીજો ઉપર હિન્દૂ દેવી દેવતાઓના ફોટાઓ મુકવાનું હજુ પણ ચાલુ રાખી ફરિયાદ થાય ત્યારે માફી માંગી લેતી ઈ-જાયન્ટ કંપની એમેઝોન વિરુદ્ધ હિન્દુઓએ ટવીટરના માધ્યમથી આક્રોશ વ્યક્ત કરવાનું ચાલુ કરી દીધું છે.તથા આ કંપની દ્વારા વેચાતી આવી પ્રોડક્ટના ફોટાઓ ટવીટરના માધ્યમથી રજુ કરી કંપનીની પ્રોડક્ટનો બોયકોટ કરવા લોકમત મેળવવાનું ચાલુ કરી દીધું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(12:10 pm IST)