મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

તિરૂમાલા દાગીનાઓ દર્શાવવા માટે તૈયાર છે

સુરક્ષાને લઈને શંકા દુર કરાશે

         તિરૂમાલા, તા.૨૧ : તિરૂમાલા તિરૂપતિ દેવાસ્થાનમેં કેટલીક મહત્વની જાહેરાતો કરી દીધી છે. તિરૂમાલા તિરૂપતિ દેવાસ્થાનમ અને મુખ્ય પૂર્વ મંદિરના અધિકારી એવી રામન્ના વચ્ચે ચાલી રહેલા વિખવાદ વચ્ચે હવે જાહેરાત કરવામાં આવી છે કે જો આગમા શાસ્ત્રાસ પરવાનગી આપશે તો મંદિર સંસ્થા તમામ સુરક્ષા પાસાઓને લઈને થયેલી શંકાઓને દુર કરવા તમામ દાગીના જાહેર જનતા માટે રજુ કરવા તૈયાર છે. ટીટીડીના મુખ્ય કારોબારી અધિકારી અનિલકુમાર સિંઘલે કહ્યું છે કે જો પરવાનગી મળશે તો મંદિર સંસ્થા તમામ દાગીનાઓને રજુ કરશે. ઈઓ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતથી નવી સમસ્યા ઉભી થઈ ગઈ છે. જોકે આને લઈને સામાન્ય શ્રદ્ધાળુોમાં પણ ચર્ચા છે. રામન્ના દ્વારા કિંમતી દાગીનાઓ ને પથ્થરો તથા અન્ય ચીજવસ્તુઓમાં સીબીઆઈ તપાસની માંગ કરી હતી. છેલ્લા ૨૨ વર્ષોમાં જે ચીજવસ્તુઓ ગુમ થઈ ગઈ છે તેમાં સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી હતી.  સિંઘલનું કહેવું છે કે જો શાસ્ત્રાસ મંજુરી આપશે તો કોઈપણ ચીજ છુપાવવામાં આવશે નહીં. ટીટીડી દ્વારા થ્રીડી ફોર્મેટમાં આને રજુ કરવામાં આવશે. જાહેર જનતા માટે મ્યુઝિયમમાં પણ તેના ફોટાઓ મુકવામાં આવશે. તેમનો અંગત અભિપ્રાય આ પ્રકારનો રહેો છે. રામન્ના દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના જવાબમાં સિંઘલે કહ્યું છે કે ટીટીડીના કર્મીઓ દરેક ચીજવસ્તુઓને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ મહેતન કરી રહ્યા છે. હાલમાં જ કેટલીક ચીજવસ્તુઓ ગુમ થઈ ગઈ હોવાના અહેવાલોથી હોબાળો મચી ગયો હતો.

(7:15 pm IST)