મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

પ્રતિબંધિત શેલ કંપનીઓ પર ટેક્સ વિભાગની નજર

વિગત આપવા માટે એમસીએને આદેશ કરાયો : શેલ કંપનીઓ સામે કેસ દાખલ કરવા માટે આદેશ થયો

નવી દિલ્હી, તા. ૨૧ : પ્રતિબંધ મુકવામાં આવેલી તમામ શેલ કંપનીઓ હવે ટેક્સ અધિકારીઓની જાળ હેઠળ હેઠળ આવી ગઈ છે. સીબીડીટી દ્વારા વિગતો આપવા માટે એમસીએને સ્પષ્ટ સૂચના આપી દીધી છે. શેલ કંપનીઓ દ્વારા ગેરરીતિઓ મોટાપાયે આચારવામાં આવી રહી છે તેવા અહેવાલ વારંવાર આવતા રહ્યા છે. સેન્ટ્ર્લ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે કોર્પોરેટ બાબતોના મંત્રાલયમાં તથા રજીસ્ટ્રાર ઓફ કંપનીને શેલ કંપનીઓના સંદર્ભમાં વિગત આપવા માટે સૂચના આપી દીધી છે. કોઈપણ કામગીરીને આગળ વધારતા પહેલા ટેક્સ વિભાગને આ અંગે જાણ કરવા માટે એમસીએને કહેવામાં આવ્યું છે. ટેક્સ વિભાગનું કહેવું છે કે આ પ્રકારની કંપનીઓ સાથે સંબંધિત વિગતો મેળવવામાં આવે તે ખૂબ જરૂરી છે. ૩૧મી મે સુધીમાં તમામ પ્રકારની વિગત આપવા માટે કહેવામાં આવી ચુક્યું છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા શેલ કંપનીઓની ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ મહિનાના અંત પહેલા એનસીએલટી સમક્ષ શેલ કંપનીઓ સામે કેસ દાખલ કરવા નોડલ અધિકારીઓને સૂચના અપાઈ છે. શેલ કંપનીઓને લઈને મોદી સરકાર ખૂબ જ સક્રિય દેખાઈ રહી છે.

(7:14 pm IST)