મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

કોંગ્રેસને આખરે બંધારણીય સંસ્થાઓ ઉપર વિશ્વાસ થયો

ભાજપ પ્રમુખ અમિત શાહની કોંગ્રેસ પર ટકોર : પેટાચૂંટણીમાં અમે હાર્યા તો કોંગી અન્યની જીતથી સંતુષ્ટ

નવી દિલ્હી, તા. ૨૧ : ભાજપ પ્રમુખ અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા આજે આકરી ટકોર પણ કરી હતી. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ એક સારી બાબત એ થઈ છે કે કોંગ્રેસને આખરે બંધારણીય અને લોકશાહી સંસ્થાઓ ઉપર ફરી વિશ્વાસ થયો છે. કોંગ્રેસ પાર્ટીને હજુ સુધી દેશની બંધારણીય સંસ્થાઓ અને લોકશાહી સંસ્થાઓ ઉપર પણ વિશ્વાસ ન હતો. આની સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા હતા. સુપ્રિમ કોર્ટથી લઈને ઈવીએમ અને ચુંટણી પંચ સુધી તમામ ઉપર ફરીથી વિશ્વાસ આવ્યો છે. ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે અમે લોકસભાની નવ પેટાચૂંટણી હારી ગયા તો કોંગ્રેસ પાર્ટીના સભ્યો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. અમે હારી ગયા હતા પરંતુ કોંગ્રેસ પાર્ટીની તો કોઈ જગ્યાએ જીત થઈ ન હતી. અમે કોંગ્રેસ પાસેથી ૧૪ રાજ્યો આંચકી ચુક્યા છીએ. લોકોનો વિશ્વાસ ભાજપમાં વધી રહ્યો છે. આવી કોઈપણ મોટી હાર અમારી થઈ નથી. લોકસભા પેટાચૂંટણીમાં હાર અથવા તો કોઈ એક બે રાજ્યોમાં હારથી કોંગ્રેસ પાર્ટી ખુશ થાય અને અમારી સામે પ્રશ્નો ઉઠાવે તેનાથી અમે ખુશ છીએ. આનાથી ૨૦૧૯ની ચૂંટણીમાં અમને સમસ્યા ઓછી નડશે.

(7:11 pm IST)