મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

જજ લોયા મૃત્યુ કેસની પુનઃ તપાસ કરવા સુપ્રિમ કોર્ટમાં બોમ્બે લોયર્સ એસો.ની અરજી

અગાઉ સુપ્રીમ કોર્ટે લોયાનું મોત પ્રાકૃતિક હોવાનું જણાવી તપાસની માંગ ફગાવી હતી

નવી દિલ્હી, તા., ર૧: સીબીઆઇ કોર્ટના જજ બી.એચ.લોયાની શંકાસ્પદ મોત મામલે બોમ્બે લોયર્સ એસોસીએશને આજે સુપ્રિમ કોર્ટમાં આ કેસની તપાસની પુનઃ વિચારણા કરવા અરજી દાખલ કરી છે.

સુપ્રિમ કોર્ટે ગત મહિને સીબીઆઇ જજ બી.એચ.લોયાના મોત અંગે સ્વતંત્ર તપાસ કરવા મનાઇ ફરમાવી હતી. આ ફેંસલા ચીફ જસ્ટીસ દિપક મિશ્રા એ.એમ.ખાનવિલ્કર અને ડીવાય ચંદ્રછુડની ૩ સભ્યોની બેન્ચે આપ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે કહયું હતું કે જજ લોયાનું મોત પ્રાકૃતિક હતું, તપાસ નહિ થાય.

જજ લોયાના મોત અંગે સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે, તેમનું મોત પ્રાકૃતિક હતું. તેની તપાસ નહિ થાય. ગેસ્ટહાઉસમાં લોયાની સાથે રોકાયેલા ૪ અન્ય જજોના બ્યાન પર શંકા કરવી યોગ્ય નથી. આ તમામ જજીસ એક સાથીદારની દિકરીની લગ્નમાં નાગપુર ગયા હતા.  પીઆઇએલ અરજદારના કાર્યક્ષેત્રના દુરૂપયોગો થાય છે.

(4:18 pm IST)