મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

૪ લોકસભા - ૧૪૦ ધારાસભા બેઠકોની પેટા ચૂંટણીના ૩૧મીએ પરિણામ

મોદી - યોગી - નીતિશ - ફડણવીસ - કેજરીવાલ - અમરિંદર - મમતા - રઘુવરના પાણી મપાશે : ૯ રાજ્યોમાં ચૂંટણીનો માહોલ

નવી દિલ્હી તા. ૨૧ : કર્ણાટકની રાજકીય રસાકસી બાદ ફરી રાજકીય ગરમાવો આવી રહ્યો છે. આગામી તા. ૨૮ના ૪ લોકસભા અને ૯ રાજ્યોની ૧૦ ધારાસભાની પેટા ચૂંટણી માટે મતદાન થશે, જેના પરિણામો ૩૧મી મે એ આવશે.

યુપીના કૈરાના, મહારાષ્ટ્રની ભંડારા, પાલઘર અને નાગાલેન્ડની એક એમ કુલ ચાર લોકસભાની બેઠકો પર મતદાન થનાર છે.  આ ઉપરાંત ૯ રાજ્યોની ૧૦ ધારાસભા બેઠકો પર પણ મતદાન થનાર છે, જેમાં બિહાર, યુપી, ઝારખંડ, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ, ૫.બંગાળનો સમાવેશ થાય છે.

આ તમામ બેઠકો પર તા. ૨૮ના મતદાન થશે અને ૩૧મીએ પરિણામો જાહેર થઇજશે. મોટા નેતાઓ - પક્ષોના પાણી મપાશે.

(4:24 pm IST)