મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

નકસલવાદીઓ સાથે મંત્રણાની છત્તીસગઢના સીએમની હિમાયત

૯૧ સભ્યોની વિધાનસભામાં ૬૫ બેઠક જીતવા અમીતભાઇએ લક્ષ્યાંક આપયો

ચિરીમિરી (છત્તીસગઢ) તા. ૨૧ : છત્તીસગઢના મુખ્ય પ્રધાન રમણ સિંહ માઓવાદીઓ સાથે મંત્રણા કરવા માગે છે. તેઓ માને છે કે મંત્રણા દ્વારા નકસલવાદ સહિત કાંટાળી સમસ્યાનો ઉકેલ લાવી શકાશે.

દંતેવાડા જિલ્લામાં નકસલવાદીઓએ પોલીસ વાહનો પર હુમલો કરીને તેમના વાહનો ઉડાવી દીધા હતા. એ ઘટનામાં અનેક પોલીસનાં મોત થયા હતાં અને બીજા બે જણને ઈજા થઈ હતી. આ ઘટના બન્યાના એક દિવસ પહેલાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે તેમની સરકાર માઓવાદી નેતાઓને મળવા માગે છે. તેમણે કહ્યું હતું કે અમે નકસલવાદીઓના ટોચના નેતાઓ સાથે મંત્રણા કરવા તૈયાર છીએ પણ તેમાં પોલિટ બ્યુરોના સભ્યોએ ભાગ લેવો જોઈએ તો જ મંત્રણાનું પરિણામ આવી શકે.

વિકાસયાત્રા કાર્યક્રમ હેઠળ રાજયવ્યાપી પ્રવાસ કરી રહેલા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે કેન્દ્ર અને રાજય સરકાર નકસલગ્રસ્ત વિસ્તારોમાં વિકાસ કામગીરી કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમણે એવો દાવો કર્યો હતો કે વડા પ્રધાન મોદી સામે કોઈ મુશ્કેલ પડકારો નથી. કારણ કે વિરોધી પક્ષોની 'કૃત્રિમ એકતા' તેમના આંતરિક કલહને કારણે તૂટી જશે.   કર્ણાટકમાં કોંગ્રેસ ટેકણલાકડીની મદદથી પોતાને ટકાવી રહી ે. છત્તીસગઢની ચૂંટણી વિશે તેમણે કહ્યું કે ભાજપના પ્રમુખ અમિત શાહે ૯૧ બેઠક ધરાવતી વિધાનસભામાં ૬૫થી વધુ બેઠક જીતી લેવાનો લક્ષ્યાંક આપ્યો છે.

(3:52 pm IST)