મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

નીરવ - મેહુલને પકડવા રેડ કોર્નર નોટિસઃ સીબીઆઇ ઇન્ટરપોલની મદદ માગશે

ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) પંજાબ નેશનલ બેન્ક સાથેના બે અબજ ડોલરના કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું કહેવાતા અબજોપતિ ભાગેડુ ઝવેરી નીરવ મોદી અને મેહુલ ચોકસીને પકડવા રેડ કોર્નર નોટિસ બહાર પાડવા આંતરરાષ્ટ્રીય પોલીસ (ઇન્ટરપોલ)નો સંપર્ક કરે એવી શકયતા છે.

પંજાબ નેશનલ બેન્ક પાસેથી ખોટી રીતે લેટર્સ ઓફ અન્ડરટેકિંગ્સ અને ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટ મેળવનારા આરોપીઓ સામે આ બેન્ક સીબીઆઇમાં ફરિયાદ કરે તે પહેલાં જ તેઓ દેશ છોડીને નાસી ગયા હતા. આ કિસ્સામાં નીરવ મોદી, તેની અમેરિકી નાગરિક પત્ની અમી, બેલ્જીયમનો નાગરિક ભાઇ નિશલ અને ગીતાંજલિ જૂથના પ્રમોટર તેમ જ સગા મેહુલ ચોકસી આરોપી છે.

સીબીઆઇએ તાજેતરમાં નીરવ મોદી અને મેહુલ ચોકસીની સામે તહોમતનામું નોંધ્યું હતું અને હવે તેઓને દેશમાં ખટલાનો સામનો કરવા માટે પકડવા રેડ કોર્નર નોટિસ બહાર પાડવા આંતરરાષ્ટ્રીય પોલીસનો સંપર્ક કરી શકે છે.

પંજાબ નેશનલ બેન્કની ફરિયાદને પગલે સીબીઆઇએ નીરવ મોદીની સામે પ્રથમદર્શી અહેવાલ નોંધ્યો હતો.

સીબીઆઇએ નીરવ મોદીને શોધી કાઢવા આંતરરાષ્ટ્રીય પોલીસની મદદથી 'ડિફયુઝન નોટિસ' બહાર પાડી હતી હતી, પરંતુ હજી સુધી આ આરોપી કયાં છે તે શોધી નથી શકાયું.

(3:49 pm IST)