મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

અમેરિકાની વધુ એક સ્કૂલમાં ફાયરિંગઃ એક મહિલાનું મોત : બે લોકો ઘાયલ

ટેકસાસ તા. ૨૧ : ટેકસાસમાં થયેલા ફાયરિંગના એક કલાક બાદ જયોર્જિયાના કલેટનમાં પણ ગોળીબારની ઘટના બની હતી. જેમાં ૪૦ વર્ષીય એક મહિલાનું મોત થયું હતું અને અન્ય બે લોકો ઘયલ થયા હતા. કલેટન કાઉન્ટી પોલીસે એક સ્થાનિક ચેનલને જણાવ્યું હતું કે બે લોકોને ગોળી મારવામાંં આવી છે. જેમાં એક મહિલાનું માઉન્ટ જિયોન હાઇસ્કૂલની નજીક મોત થયું છે.

મૃતક મહિલાની છાતીમાં ત્રણ ગોળીઓ ધરબી દેવામાં આવી હતી અને તેમને પીએડ મોન્ટ હેનરી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જયાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. કલેન્ટન કાઉન્ટીના ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું હતું કે કુલ બે વ્યકિત પર ફાયરિંગ કરવામાં આવ્યું હતુું તેમને હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

આ ઘટનામાં એક ત્રીજી મહિલા પણ ઘાયલ હતી જે ગર્ભવતી છે. તેને ગોળી વાગવાની નહીં પરંતુ ધક્કો વાગવાથી ઇજા પહોંચી હતી. કલેન્ટન કાઉન્ટી પફાર્િેર્મંગ આર્ટ સેન્ટરમાં ગ્રેજયુએશન સેરેમની દરમિયાન આ ફાયરિંગની ઘટના બની હતી.ટેકસાસના ફાયરિંગમાં પાક. વિદ્યાર્થિનીનું મોત આ અગાઉ શુક્રવારે અમેરિકાના ટેકસાસ રાજયમાં એક હાઇસ્કૂલમાં ફાયરિંગની ઘટનામાં એક પાકિસ્તાની વિદ્યાર્થિનીનું મોત થયું હતું.

ફાયરિંગની આ ઘટના અંગે ૧૭ વર્ષના વિદ્યાર્થી દિમિત્રોસ પગોર્ત્જિસને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. વોશિંગ્ટન ડીસીમાં પાકિસ્તાનના દૂતાવાસે ફાયરિંગની ઘટનાને સમર્થન આપતાં જણાવ્યું છે કે પાકિસ્તાનની વિદ્યાર્થિની સબિકા શેખનું મોત થયું છે. મૃતકોમાં મહિલા પ્રોફેસર સિંથિયા ટિસ્ડેલનો પણ સમાવેશ થાય છે.

ટિસ્ડેલના નજીકના સગાં સંબંધીઓએ આ સમાચારને સમર્થન આપ્યું હતું. પાકિસ્તાની વિદ્યાર્થિની સબિકા શેખ (ઉં.વ.૧૮) એક એકસચેન્જ સ્ટુડન્ટ તરીકે અમેરિકા ગઇ હતી. તેને કેનેડી-લુગર યૂથ એકસચેન્જ એન્ડ સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ (વાયઇએસ) હેઠળ મોકલવામાં આવી હતી. આ પ્રોગ્રામ અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે.

સબિકાનાં માતા-પિતા ફરાહ શેખ અને અબ્દુલ અઝીઝે બીબીસીને જણાવ્યું હતું કે તેમને ટીવી દ્વારા આ ઘટનાની જાણ થઇ હતી.

(3:49 pm IST)