મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

લીંગાયત ધારાસભ્યોએ ધોકો પછાડયો : શમનુર શિવશંકરપ્પાને ડે.મુખ્યમંત્રી બનાવો

ડે. સીએમ મુદ્દે લિંગાયત નેતાનો ખુલ્લો પત્ર : દલિત કે મુસ્લિમને પદ આપવાની વાત વચ્ચે લિંગાયતે ધોકો પછાડયો

નવી દિલ્હી તા. ૨૧ : કોંગ્રેસમાં સતાની સાઠમારી હજુ થભી નથી ભાજપના યેદિયુરપ્પાના રાજીનામાં બાદ કોંગ્રેસ અને જેડીએસ સતાના સૂત્રો સંભાળેઙ્ગ એ પહેલા જ ડખ્ખો શરૂ થયો છે. કોંગ્રેસ પોતાને રાષ્ટ્રીય પાર્ટી ગણાવી વધુ મહત્વ પામવા ઇચ્છુક છે તેવામાં બંને પક્ષ વચ્ચે તણખા ઝરે છે તેવામાં સીએમ કુમારસ્વામી કોઈ મુસ્લિમને નાયબ મુખ્યમંત્રી બનાવવા ઇચ્છુક છે ત્યારે કોંગ્રેસના લિંગાયત સમુદાયના ધારાસભ્યોએ અલગ રાગ આલાપ્યો છે. તેઓની માંગ છે કે નાયબ મુખ્યમંત્રી લિંગાયત સમુદાયનો હોવો જોઈએ જોકે દલિત સમુદાયના ઉપમુખ્યમંત્રીપદ માટેની રેસમાં કોંગ્રેસ નેતા પી,પરમેશ્વરનું નામ સૌથી આગળ છે.

દરમિયાન હવે લિંગાયત સમુદાયના સંગઠન અખિલ ભારતીય વીરશૈવ મહાસભાના નેતા તીરપ્પાએ ખુલ્લો પત્ર લખીને કોંગ્રેસના ધારાસભ્ય શમનુંર શિવશંકરપ્પાને નાયબ મુખ્યમંત્રી બનાવવા માંગ કરી છે એવું એટલા માટે કહ્યું કે તેઓએ ભાજપના નેતાને હરાવ્યા છે અને તે અખિલ ભારતીય વીરશૈવ મહાસભાના રાષ્ટ્રીય અધ્ય્ક્ષ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના યેદિયુરપ્પાના સીએમ પદના શપથ બાદ બહુમત સાબિત કરવા માટે કોંગ્રેસના આ ધારાસભ્યોના આ નેતાઓ પર નજર માંડી હતી. બહુમત સાબિત કરવામાં યેદિયુરપ્પાને આશા હતી કે લિંગાયત સમુદાયના ધારાસભ્યો તેમના સમર્થનમાં આવશે

એવા પણ અહેવાલો હતા કે કોંગ્રેસના લિંગાયત નેતા વોકકલિંગ સમુદાયમાંથી આવતા જેડીએસના નેતા કુમારસ્વામીને મુખ્યમંત્રીપદ આપવાથી નારાજ હતા આ જ કારણથી યેદિયુરપ્પાને પણ આ ધારાસભ્યો ભાજપને સમર્થન કરશે તેવી આશા હતી જે પૂર્ણ થઇ નથી.

દલિત-મુસ્લિમ કે લિંગાયત ? કર્ણાટકમાં નાયબ મુખ્યમંત્રી પદ માટે વિવાદ સર્જાયો

*    કોંગ્રેસ દલિત નેતાને આ પદ આપવા માંગે છે

*    જેડીએસ કહે કે, આ પદ પર મુસ્લિમ ચહેરો જરૂરી

*    જયારે ૧૮ કોંગી લિંગાયત ધારાસભ્યો કહે છે,

  *   નાયબ મુખ્યમંત્રી પદે લિંગાયત જરૂરી

(3:46 pm IST)