મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

ઝારખંડમાં યાત્રાળુઓને આકર્ષવા માટે વૈષ્ણોદેવી- તિરૂપતિ મંદિરો જેવો વિકાસ થશે

ભાજપ સરકારે ૨૦ કરોડ ફાળવ્યા : ફીકસ્ડ ભાવમાં બે ટાઈમ પ્રસાદ - ભોજન

રાંચી, તા. ૨૧ : ઝારખંડ સરકારનો રાજ્યના રામગઢજિલ્લામાં આવેલા છિન્નામસ્તિકા મંદિરનોવિકાસ કરવા માટે આંધ્રપ્રદેશના તિરૂપતિમંદિર અને જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવીમંદિરથી માર્ગદર્શન લેવાનો પ્લાન છે.ઝારખંડના મુખ્યપ્રધાને વૈષ્ણોદેવી અનેતિરૂપતિ મંદિરોની જેમ છિન્નામસ્તિકામંદિરનો વિકાસ કરવાના આદેશો આપ્યાછે. એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાંઆવ્યું છે કે, સમીક્ષા બેઠક દરમિયાન ઝારખંડના મુખ્યપ્રધાન રઘુવર દાસે દક્ષિણનારાજ્યમાં તિરૂપતિ મંદિરની જેમ ફિક્સ્ડરેટ પર દરરોજ બે ટાઇમ શ્રદ્ધાળુઓનેઆરોગ્યની દૃષ્ટિએ તૈયાર કરવામાં આવેલું ભોજનપીરસવાની ખાતરી કરવાનો જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય સરકારી અધિકારીઓને  આદેશો આપ્યા છે.રાજરપ્પા પ્રોજેક્ટ માટે રાજ્યે ૨૦૦ કરોડરૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. અધિકારીઓને પોતાના પરિવારો સાથે મંદિરની મુલાકાત લેવાનું આહ્વાન કરીને દાસે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરના કટરા વિસ્તારમાં આવેલા વૈષ્ણોદેવી  મંદિરની જેમ જિલ્લાના રાજરપ્પા વિસ્તારનામંદિરમાં શ્રદ્ધાળુઓ માટે સામાનઘર અનેકતારમાં ઊભા રહેવા માટે એક સંકુલ પણહોવા જોઇએ. મુખ્યપ્રધાને રામગઢવહીવટીતંત્રના અધિકારીઓને મંદિરની બહાર આવેલી દુકાનો દૂર કરીનેવેપારીઓની સુવિધાઓ માટે પરિસરોમાંશોપિંગ કોમ્પલેક્ષ બનાવવાનું પણ જણાવ્યુંછે. ઝારખંડ સરકારદ્વારા ગ્લોબલ ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવામાં આવી રહેલા રાજ્યના છસ્થફ્રોમાં છિન્નામસ્તિકા મંદિરનો પણસમાવેશ થાય છે.

(3:44 pm IST)