મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સઃ ભારતનું ઐતિહાસિક પગલું

માનવ રહિત-રોબોટીક હથિયારો-વિમાન-ટેન્કોથી ભારતીય લશ્કરને સજ્જ કરવા આગેકૂચઃ ચીન-પાકને ભરીપીવા તૈયારી

નવી દિલ્હી :  એક મહત્વાકાંક્ષી રક્ષા યોજના પ્રમાણે સુરક્ષા બળો માટે આર્ટીફીશીઅલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરવાનું કામ શરૂ કરીને ભારતે ભાવિ યુધ્ધની તૈયારીમાં એક પગલુ આગળ વધાર્યુ છે. સુરક્ષાબળોને માનવ રહીત વિમાન, જહાજ, ટેક અને રોબોટીક હથીયારોથી સજ્જ કરવાનો આનો મુખ્ય મકસદ છે. રક્ષા સચિવ (ઉત્પાદન) શ્રી અજયકુમારના કહેવા અનુસાર સરકારે સેનાના ત્રણે વિભાગમાં આર્ટીફીશીયલ, ઇન્ટેલીજન્સની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. જે ઉચ્ચ સ્તરીય કમીટી ટાટા સન્સના પ્રમુખ એન. ચંદ્રશેખરનની અધ્યક્ષતામાં બનાવવામાં આવી છે જે આ યોજનાને અંતિમ રૂપ આપી રહી છે. આ યોજના સશસ્ત્ર દળ અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં કાર્ય કરશે. શ્રી કુમારે કહ્યું કે આપણો ભાવી યુધ્ધ આધારીત હશે તેના માટે તૈયાર થવાની જરૂર છે. સૈન્ય સુત્રો પ્રમાણે આ યોજનામાં રક્ષાદળોની ત્રણે પાંખ માટે અમાનવ સાધનોની વ્યાપક ચીજોનું ઉત્પાદન થશે.

અજયકુમારે જણાવ્યા મુજબ દુનિયાના મોટા દેશો આ દિશામાં કામ કરી રહ્યા છે. અને આપણે પણ એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. સુરક્ષા બળોની ભલામણો જુન સુધીમાં આવી ગયા પછી સરકાર આ યોજનાને આગળ વધારશે.

સુરક્ષા સિવાયના અન્યક્ષેત્રોમાં પણ આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગની ઘણી સંભાવનાઓ છે અને તેના પર પણ ધ્યાન અપાઇ રહ્યું છે, માનવ રહીત વિમાન, જહાજ, ટેંક અને રોબોટીક રાઇફલનું ભાવિ ઉજ્જવળ છે. સુત્રો પ્રમાણે, આ. ઇ. ના ઉપયોગથી દેશની સીમાઓની દેખરેખ રખાશે તો સુરક્ષાદળો પરથી  દબાણ ઓછું થઇ શકશે. રક્ષા સચિવે કહયું કે ભારતનો આઇટી ઉદ્યોગ ઘણો જ મજબુત છે અને તે જ આર્ટીફીશીઅલ ઇન્ટેલીજન્સ ક્ષેત્રે આપણી તાકાત બનશે.

ચીન આના માટે અબજો ડોલરનું રોકાણ કરી રહ્યું છે. અને તેના માટે પ્રોજેકટ ર૦૩૦ શરૂ કર્યો છે. જે શોધખોળ માટે ચીનને દુનિયાનું કેન્દ્ર બનાવવાની મહત્વાકાંક્ષી યોજના છે. માનવ રહીત ડ્રોન વિમાન પણ આર્ટીફીશીઅલ ઇન્ટેલીજન્સનું એક ઉદાહરણ છે. જેનો ઉપયોગ અમેરિકા અફઘાનીસ્તાન અને પાકિસ્તાનમાં ત્રાસવાદીઓના ગુપ્ત સ્થાનો પર ફરી ચુકયું છે. અમેરિકા ઉપરાંત બ્રીટન, ફ્રાંસ અને યુરોપીસ સંઘ પણ આમાં ઘણુ રોકાણ કરી રહ્યા છે.

(3:42 pm IST)