મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

રાજીવ ગાંધીની પૂણ્યતિથિએ મોટી સિદ્ધિઓની યાદ તાજી

૧૮ વર્ષે મતાધિકાર આપી નવસર્જન કર્યું હતું: દેશને ૨૧મી સદીનું સ્વપ્ન રાજીવ ગાંધીએ જ આપ્યું હતું

નવી દિલ્હી, તા.૨૧: ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પૂણ્યતિથિએ આજે તેમને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટી તરફથી તેમને યાદ કરવામા આવ્યા હતા. કોંગ્રેસે તેમની સિદ્ધિઓને યાદ કરતા કહ્યું હતું કે ૧૮ વર્ષે મતાધિકાર આપીને લોકતંત્રનું નવસર્જન રાજીવ ગાંધીએ કર્યું હતું. ૨૧મી મેના દિવસને ગોઝારા દિવસ તરીકે દેશ હંમેશા યાદ કરે છે. રાજીવ ગાંધીએ દેશને ૨૧મી સદીનું સપનું આપ્યું હતું અને સમગ્ર વિશ્વ ભારત તરફ આશાના કિરણ સાથે જોઈ રહ્યું હતું. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ આજે તેમને શ્રધ્ધાંજલિ આપી હતી અને તેમની સિદ્ધિઓને યાદ કરી હતી. રાજીવ ૪૦ વર્ષની વયે દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા.  ૨૧મી મે એક ગોજારો દિવસ સમગ્ર રાષ્ટ્ર એક દુઃખમાં પ્રવર્તી રહ્યું અને આ દેશને ૨૧મી સદીનું સ્વપ્ન આપ્યું સમગ્ર વિશ્વ જેની સામે આશાનું કિરણ લઈને જોતો હતો, વિશ્વમાં શાંતિ માટેના પ્રયાસો અને ભારત વિશ્વનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બને એ માટેની તેમની તીવ્ર ઈચ્છા અને પ્રણાલિકા ચાલતી પદ્ધતિમાંથી આ રાષ્ટ્રને મુક્ત કરાવી અને એક નવી દિશામાં લઈ જવાનું સ્વપ્ન બતાવ્યું હોય તો એ આપણા સૌના લોકલાડીલા રાજીવ હતા.   આજના સત્તાધીશો એ જમાનામાં રાજીવની મજાક મશ્કરી કરતા હતા. અટલ બિહારી વાજપાઈ રાજીવની ઠેકડી ઉડાડતા હતા. નવા વિચારો આપ્યા, આર્થિક સધ્ધરતા આપી, વિશ્વમાં ભારતને શક્તિશાળી દેશ બનાવ્યો. આર્થિક સધ્ધરતા એકલી આ દેશની સંસ્કૃતિને મજબુત કરી શકે નહી અને એટલા માટે જ આ દેશને અખંડિત રાખવા માટેનો તેમનો પ્રયત્ન ચાલુ રહ્યા અને આ દેશના વિકાસમાં જે પ્રકારની વ્યવસ્થા ચાલી રહી છે એ એકલાથી જ સૌનુ સારુ નહી થાય એટલા માટે તેમને મહિલાઓને જોડવાનો પ્રયત્ન કર્યો. દેશમાં પંચાયતી રાજ દ્વારા રાજકીય પ્રતિનિધિત્વ ભાગીદારી માટે મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઈ સ્વ. રાજીવએ કરી. જેના પરિણામે સમગ્ર દેશમાં તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓમાં હજારો મહિલાઓને તક મળી હતી.

 

 

 

(2:44 pm IST)