મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

કર્ણાટકમાં ભાજપ આશાવાદી!

કોંગ્રેસ-જેડીએસ કજોડું લાંબુ નહી ચાલેઃ કુમાર સ્વામીએ કોંગ્રેસને કહયું''તમારા ધારાસભ્યો પર સતત નજર રાખજોઃ''

બેંગ્લોર, તા.૨૧: કર્ણાટકમાં બહુમતી સાબિત ન કરી શકનાર ભાજપે હજુ આશા મુકી નથી. ભાજપ માને છે કે, કોંગ્રેસ અને જેડીએસનું જોડાણ લાંબુ નહિ ચાલે સત્તાની લાલચે ભેગા થયા છે. સરકારની રચના સાથે જ ધારાસભ્યોનો અસંતોષ ઉભરશે.

મુખ્યમંત્રી બનવા જઇ રહેલા કુમાર સ્વામી સચેત છે. કુમારે કોંગ્રેસને જણાવ્યું છેકે, અમારા ધારાસભ્યો સલામત છે, કોંગ્રેસે પોતાના ધારાસભ્યો પર નજર રાખવી જરૂરી છે.

(12:05 pm IST)