મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

ભારત - પાકિસ્તાન વચ્ચે અણુયુધ્ધ છેડાશે

અમેરિકી થિંકટેંકનો રિપોર્ટ : હવે ભારત વધુ ત્રાસવાદી હુમલો સહન નહિ કરેઃ ટ્રમ્પને અમેરિકી થિંકટેંકે કહ્યું- પાકિસ્તાનને રાજદ્વારી ભીંસ આપીને અલગ કરોઃ પાકિસ્તાન આતંકીઓને પ્રોત્સાહન આપતું હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ

વોશિંગ્ટન તા. ૨૧ : અમેરિકી થિંક ટેંકે ટ્રમ્પ સરકારને રિપોર્ટ આપ્યો છે કે, પાકિસ્તાન હવે ત્રાસવાદી હુમલો કરશે તો ભારત સહન નહિ કરે અને પૂર્ણકક્ષાનું યુધ્ધ થઇ જાય તેવી સંભાવના છે બંને દેશો પરમાણુ શકિત ધરાવે છે, અણુયુધ્ધની સંભાવના પણ નકારી શકાય તેમ નથી.

'ન્યૂ યુએસ અપ્રોચ ટુ પાકિસ્તાન : ઇન ફોર્સિંગ એન્ડ કન્ડીસન્સ વિધાઉટ કટિંગ ટાઇજ' શિર્ષકવાળા રિપોર્ટમાં લખાયું છે કે, અમેરિકાએ કાયદાઓ સુધી પાકિસ્તાનને મદદ કરી છે પરંતુ પાકિસ્તાનની નજર વિકાસને બદલે કાશ્મીર પર જ કેન્દ્રીત રહી છે.

હવે અમેરિકાએ ભારત - પાક. વિવાદથી દૂર રહેવું જોઇએ. ત્રાસવાદીઓને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાન પર રાજદ્વારી ભીંસ વધારીને તેને અલગ - થલગ પાડવું જોઇએ.

રિપોર્ટમાં જણાવ્યું છે કે, પાકિસ્તાનને મદદની નીતિમાં બદલાવ જરૂરી છે. અમેરિકા પાકિસ્તાનને મદદ કરતું રહેશે તો હવે અન્ય દેશોનું વલણ અમેરિકા મુદ્દે બદલાય તેવી સંભાવના છે.

આ રિપોર્ટ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને સુપ્રત કરાયો છે. આ રિપોર્ટ દક્ષિણ અને મધ્ય એશિયાના નિર્દેશક હુસૈન હક્કાનીના સહયોગથી તૈયાર કરાયો છે.(૨૧.૧૨)

(12:04 pm IST)