મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

પ્રથમ નંબરે અમેરિકા : ભારત છઠ્ઠા નંબરે

સૌથી વધુ સંપત્તિવાળા દેશોમાં ચીન બીજા અને જાપાન ત્રીજા ક્રમે : ત્‍યારબાદ યુકે અને જર્મની આવે છે

નવી દિલ્‍હી તા. ૨૧ : કુલ ૬૨૫૮૪ અબજ ડોલરની સંપત્તિ સાથે અમેરિકા વિશ્વનો સૌથી વધુ સંપત્તિવાન દેશ હોવાનું જાહેર કરવામાં આવ્‍યું હોવા વચ્‍ચે ૮૨૩૦ અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે ભારત વિશ્રનો છઠ્ઠા ક્રમાંકનો સૌથી વધુ સંપત્તિવાન દેશ હોવાનું એક અહેવાલમાં જણાવવામાં આવ્‍યું હતું.

૬૨૫૮૪ અબજ ડોલરની સંપત્તિ સાથે અમેરિકાએ વિશ્વના સૌથી ધનાઢ્‍ય દેશોની યાદીમાં ટોચનું સ્‍થાન મેળવ્‍યું હોવાનું તો ૨૪૮૦૩ અબજની સંપત્તિ સાથે ચીને આ યાદીમાં બીજું અને ૧૯૫૨૨ અબજ ડોલરની સંપત્તિ સાથે જાપાને ત્રીજું સ્‍થાન મેળવ્‍યું હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્‍યું હતું.

દેશની કુલ સંપત્તિ દેશમાં વસવાટ કરતી પ્રત્‍યેક વ્‍યક્‍તિની કુલ અંગત મિલકતનું પ્રતિબિંબ પાડે છે જેમાં દરેક વ્‍યક્‍તિની તમામ મિલકત, રોકડ રકમ, શેર, વેપારી હિતો અને તેની અંગત જવાબદારીઓની બાદબાકી વગેરેનો સમાવેશ થાય છે. વધુ વસતીને કારણે મોટા દેશોને તેનો લાભ મળે છે.  વિશ્વના સૌથી ધનાઢ્‍ય દસ દેશોની યાદીમાં સમાવેશ કરવામાં આવેલા અન્‍ય દેશોમાં યુકે (૯૯૧૯ અબજ ડોલર), જર્મની (૯૯૬૦ અબજ ડોલર), ભારત (૮૨૩૦ અબજ ડોલર), ઓસ્‍ટ્રેલિયા (૬૧૪૨ અબજ ડોલર), કેનેડા (૬૩૯૩ અબજ ડોલર), ફ્રાન્‍સ (૬૬૪૯ અબજ ડોલર) અને ઈટલી (૪૨૭૬ અબજ ડોલર)નો સમાવેશ થાય છે.  અહેવાલમાં જણાવ્‍યાનુસાર ભારતમાં સંપત્તિ નિર્માણ કરવામાં મદદરૂપ થતાં મહત્ત્વનાં પરબિળોમાં ઉદ્યોગપતિઓની મોટી સંખ્‍યા, સારી શૈક્ષણિક યંત્રણા, આઇટી ક્ષેત્ર પરત્‍વેનો તંદુરસ્‍ત અભિગમ, વેપારી પ્રક્રિયાનું આઉટસોર્સિંગ, રિયલ એસ્‍ટેટ, હેલ્‍થ કેર અને મીડિયા ક્ષેત્ર, જેમાં આવનારાં દસ વર્ષમાં કુલ સંપત્તિમાં ૨૦૦ ટકાનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે.  આવનારાં દાયકામાં ચીનની કુલ સંપત્તિમાં મહત્ત્વનો વધારો થશે અને વર્ષ ૨૦૨૭ સુધીમાં તે વધીને ૬૯૪૪૯ અબજ ડોલર તો અમેરિકાની કુલ સંપત્તિ વધીને ૭૫૧૦૧ અબજ ડોલર થઈ જશે. વિશ્વભરમાં હાલ ૫૮૪૦૦૦ કરોડપતિઓ તો ૨૨૫૨ અબજપતિઓ છે.

(11:44 am IST)