મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

કઠુઆ બળાત્કાર કાંડઃ વિદ્યાર્થી આરોપીને બચાવવા મિત્રોએ પરીક્ષામાં ખોટી સહી કરી

જમ્મુ : જમ્મુ કાશ્મીર ક્રાઇમ બ્રાંચે જાહેર કર્યુ છે કે કઠુઆ બળાત્કાર અને હત્યાના આરોપી વિદ્યાર્થી વિશાલ જનગોત્રએ મેરઠ પરીક્ષાના હાજરી પત્રકમાં ખોટી સહી કરેલ છે.

ક્રાઇમ બ્રાંચના સુત્રો અનુસાર જનગોત્રએ ઘોર અપરાધના આરોપી પછી પોતાને નિર્દોષ સાબીત કરવા જાહેર કરેલ કે તે મેરઠ ખાતે પરીક્ષામાં હાજર હતો અને ત્યાંના હાજરી પત્રકમાં સહી પણ છે. પરંતુ સેન્ટ્રલ ફોરેન્સીક લેબોરેટરી અનુસાર આ હાજરી પત્રકની સહી જનગોત્રની સહી સાથે મળતી નથી. ક્રાઇમ બ્રાંચ કહે છે કે, ખોટી એલીબી ઉભી કરવા માટે આ સહી તેના કોઇ મિત્ર દ્વારા કરવામાં આવી હોય અને યુનિવર્સિટીમાંથી કોઇએ પરીક્ષા ૧પ જાન્યુ. પુરી થયા પછી ઉત્તર પત્રમાં સહી કરવામાં મદદ કરી હોય તેવી શંકા છે. તેના ત્રણ મિત્રોને આજે તપાસનીશ અધિકારી સમક્ષ હાજર થવા સમન્સ મોકલાયા છે.

જનગોત્ર એ કહયું હતું કે તે ૧પ જાન્યુઆરીએ મેરઠમાં પરીક્ષામાં બેઠો હતો. જયારે ક્રાઇમ બ્રાંચની ચાર્જશીટ પ્રમાણે તે કઠુઆના રસના ગામમાં હતો જયાં ગુનો બનેલ. તપાસ અધિકારીઓને એવી પણ શંકા છે કે તેણે એટીએમમાં જઇ કેમેરા સામે જોઇને એક સ્થાનીક મિત્ર, બે સ્પેશ્યલ પોલીસ ઓફીસર, એક હેડ કોન્સ્ટેબલ અને જમ્મુ કાશ્મીર પોલીસના એક સબ ઇન્સ્પેકટર એમ. આઠ આ ભયાનક ગુનામાં સામેલ હતાં. (પ-૭)

(10:46 am IST)