મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

રાશનમાં અપાતા ઘઉં અને ચોખાના ભાવમાં એક વર્ષ સુધી વધારો થશે નહીં : રામવિલાસ પાસવાન

ચોખા, ઘઉં અને બરછટ અનાજના ભાવોને અગાઉના અન્ય એક વર્ષ માટે જાળવી રાખવા મંજૂરી

મુંબઈ- કેન્દ્રીય ફ્રૂડ મંત્રી રામવિલાસ પાસવાનએ ​​જણાવ્યું હતું કે સરકારે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (પીડબ્લ્યુ) હેઠળ વેચવામાં આવતા અનાજ (ઘઉં, ચોખા અને બરછટ અનાજ) ના ભાવને બીજા વર્ષ માટે વર્તમાન સ્તર પર જાળવી રાખવા માટેનું નક્કી કર્યું છે.

   નેશનલ ફ્રૂડ સિક્યુરિટી એક્ટ (એનએફએસએ) હેઠળ, સરકાર સરકારી સસ્તી દુકાનો મારફત ચોખા ૩ પ્રતિ કિલો, ઘઉં ૨ પ્રતિ કિલો અને બરછટ અનાજ એક કિલો રૂપિયાની કિંમતે આપે છે.

 રામવિલાસ પાસવાનએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચોખા, ઘઉં અને બરછટ અનાજના ભાવોને અગાઉના અન્ય એક વર્ષ માટે વર્તમાન સ્તર પર જાળવી રાખવા માટેની મંજૂરી આપી છે.તેમજ તેમણે કહ્યું કે , આ નિર્ણય ગરીબોના કલ્યાણ માટે સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

    ફ્રૂડ સિક્યુરિટી એક્ટમાં દર ત્રણ વર્ષે અનાજની કિંમતોમાં સુધારો કરવા અંગેની જોગવાઈ કરવામાં આવી છે.હાલમાં સરકાર દેશભરમાં ૫ લાખ રાશનની દુકાનો મારફતે ૮૧ કરોડ કે તેથી વધુ લોકો માટે દર મહિને ૫ કિલો અનાજ ખૂબ જ સસ્તા ભાવે આપી રહી છે. જેના દ્વારા સરકારી તિજોરીમાં વાર્ષિક ધોરણે અંદાજે ૧.૪ લાખ કરોડનો દબાણ આવે છે.

(12:00 am IST)