મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

ગાંધીજીના સન્માનમાં 2જી ઓક્ટોબરે રેલવે મનાવશે શાકાહાર દિવસ :તો ટ્રેનમાં નહિ મળે નોનવેજ

રેલવે મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકાર પાસે ગાંધી જયંતિના દિવસે 2 ઓક્ટોબરના રેલવેમાં નોનવેજ ખાવાનું ન આપવા માટેની ભલામણ કરી

નવી દિલ્હી :મહાત્મા ગાંધીજીના સન્માનમાં રેલવે શાકાહાર દિવસની ઉજવણી કરશે જો રેલવેના એક પ્રસ્તાવને જો મંજૂરી મળી જાય તો 2 ઓક્ટોબર, ગાંધી જ્યંતિના દિવસે દેશમાં માત્ર રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ જ મનાવવાની સાથે સાથે ગાંધીજીના સન્માનમાં 'શાકાહાર દિવસ'ના રૂપમાં મનાવવામાં આવશે

    રેલવે મંત્રાલય તરફથી કેન્દ્ર સરકાર પાસે ગાંધી જયંતિના દિવસે 2 ઓક્ટોબરના રેલવેમાં નોનવેજ ખાવાનું ન આપવા માટેની ભલામણ કરી છે. જો આ ભલામણ સ્વીકારી લેવામાં આવશે તો રાષ્ટ્રપિતાની જયંતિ પર માત્ર સ્વચ્છ દિવસ, ‘ડ્રાય ડેપછી વેજીટેરિયન ડેતરીકે મનાવવામાં આવશે. રેલવે તરફથી આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે, રાષ્ટ્રપિતા પણ શુધ્ધ શાકાહારી હતા. આ ઉપરાંત રેલવે તરફથી ગાંધીજી 150મી જન્મ જયંતિ મનાવવા માટે ખાસ તૈયારી કરવામાં આવી રહી છે.

(12:00 am IST)