મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

કર્ણાટકના બસવન્ના બાગેવાડીમાં એક શેડ નીચે 8 વીવીપીએટ મશીન મળી આવતાં દોડધામ

નેશનલ હાઇવે 13 પર આવેલા મંગોલી ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મજૂરો માટે બનાવાયેલ શેડમાં વિવિપેટ મળતા ખળભળાટ

કર્ણાટકના બસવન્ના બાગેવાડીમાં એક શેડ નીચે 8 વીવીપીએટ મશીન મળી આવતાં દોડધામ મચી જવા પામી છે. નેશનલ હાઇવે 13 પર આવેલા મંગોલી ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મજૂરો માટે શેડ બનાવવામાં આવ્યા હતા. અહીં મજૂર રોજમદાર તરીકે કામ કરતાં હતા, તેમના માટે બનાવવામાં આવેલા શેડમાં 8 વીવીપીએટ મળી આવતા ખળભળાટ મચી જવા પામી છે વિજયપુરાના બસવન્ના બાગેવાડીથી કોંગ્રેસના શિવનંદા પાટિલ ચૂંટણી જીત્યા છે.

કર્ણાટકની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ પણ રસ્તા પરથી વીવીપીએટ મળી આવતાં દોડધામ મચી જવા પામી છે, બીજબાજુ કહેવામાં આવી રહ્યું છે કે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:00 am IST)