મુખ્ય સમાચાર
News of Wednesday, 21st April 2021

લોકડાઉનના ભયથી રેડી-ટુ-ઇટ અને રેડી-ટુ-કુક વસ્તુઓની માંગમાં થયો ધરખમ વધારો

ઇ-કોમર્સ અને ઓનલાઇન ગ્રોસરી એપ પર લોકો તૂટી પડયા

નવી દિલ્હી તા. ર૧ :.. દેશમાં એકવાર ફરી કોરોના સંકટ ઘેરાવાની સાથે રાજયો દ્વારા લોકડાઉન લગાવામાં આવી રહ્યું છે. તેને જોઇને ગ્રાહકોએ જરૂરી સામાનનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું છે. જેના લીધે બજારમાં હાહાકાર મચી ગયો છે.

ગ્રાહકો ખાણી-પીણીની જરૂરી સામાનની ખરીદદારી કરીયાણા સ્ટોક પર લાઇન લગાવી રહ્યા છે. તેની સાથે જ ઇ-કોમર્સ અને ઓનલાઇન ગ્રોસરી એપ દ્વારા પણ ઓર્ડર બુક કરી રહયા છે. ઇ-કોમર્સ અને ગ્રોસરી એપ પર ઓર્ડરની સ્થિતિ એ છે કે  વધુ પડતા સામાન માટે લાંબી રાહ જોવી પડશે અને આઉટ ઓફ સ્ટોક બતાવી રહ્યા છે. ફકત કરીયાણુ અથવા ઇ-કોમર્સ પર જ નહિ દવા અને દારૂની દુકાન પર ખરીદદારીની ભીડ ઉમટી છે બીજી બાજુ કારોબારીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસથી ખાણી - પીણીનો સમાન અને પ્રતિરોધક ક્ષમતા ધરાવતા ઉત્પાદકોની ધૂમ ખરીદી થઇ રહી છે.

નોએડામાં આવેલ ગ્રોસરી શોપ હેપી હોમના મેનેજર ગૌરીશંકરે જણાવ્યું કે છેલ્લા પાંચ દિવસમાં જે ઉત્પાદોની માંગ વધી છે. તેમાં ખાદ્યતેલ, લોટ, મસાલો, ફળ, શાકભાજી સ્નેકસ, ફોઝન ફુડ, ડ્રાય ફુટસ, મિલ્ક પ્રોડકટસ, વેળી ફુડ, હાઇઝીન પ્રોડકટસ, ચ્યવનપ્રશ, જયુસ અને ખાણીપીણીનો જરૂરી સામાન સામેલ છે. લોકો એક વાર ફરીથી આ સામાનોની તેજીથી સ્ટોક કરી રહ્યા છે. તેના લીધે દરરોજના વેચાણમાં વધારો થયો છે.

અનેક શહેરોમાં લોકડાઉન લગાવાની સાથે ઓનલાઇન ગ્રોસરી એપર ઓર્ડર બેગણાથી વધી ગયા છે. એપ પર  ૮૦ ટકાનો વધારો પેકેજડ ફુડ જેવા રેડી-ટુ-ઇટ અને રેડી-ટુ-કુક, ફ્રોઝન ફુડની માંગમાં પ૦૦ ટકા, ડબ્બાબંધ દૂધની માંગમાં અને ૧૦૦ ટકાનો વધારો હાઇઝીન ઉત્પાદનમાં આવ્યો છે.

(4:15 pm IST)