મુખ્ય સમાચાર
News of Wednesday, 21st April 2021

લ્યો બોલો... હવે મૃતદેહના અંતિમ સંસ્કાર પર પણ વેપાર

અંતિમ સંસ્કાર પણ કમાણીનો કારોબાર બન્યો : પેકેજ -ઓફર

નવી દિલ્હી,તા. ૨૦:  કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં તબાહી મચાવી છે. ત્યારે દરરોજ કેટલા લોકો કોરોનાથી સંક્રમિત થઈને પોતાનો જીવ ગુમાવે છે. દરરોજ સામે આવતા મોતના આંકડા લોકોમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યો છે. આ આફતના સમયમાં પણ લોકો શ્નદ્બલૃ શોધી કાઢે છે. લોકોએ મોત બાદનો કારોબાર શરૂ કરી દીધો છે. મૃતકોના અંતિમ અંતિમ સંસ્કારનો વેપાર શરૂ કરી દીધો છે. દ્યણા શહેરોમાં અંતિમ સંસ્કાર માટે કોર્પોરેટ સ્ટાઇલમાં પેકેજ ઓફર કરવામાં આવી રહ્યા છે.

જો કે, કોરોના સંક્રમિત વ્યકિતના મોત બાદ અંતિમ સંસ્કાર પણ તમામ બચાવ અને સાવધાની સાથે કરવા ખુબ જ જરૂરી છે. દ્યણા શહેરોમાંથી એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, અંતિમ સંસ્કાર માટે વેટિંગ ચાલી રહ્યું છે. કોઈ કબ્રસ્તાનમાં જગ્યા નથી તો કોઈ જગ્યાએ લાકડા ઓછા પડી રહ્યા છે. એવામાં કેટલીક કંપનીઓએ અંતિમ સંસ્કારની તમામ વ્યવસ્થા કરવાની ઓફર આપી રહી છે. આ માટે ૩૦ થી ૪૦ હજાર રૂપિયા સુધીના પેકેજો આપવામાં આવી રહ્યા છે.

આવી દ્યણી કંપનીઓ બજારમાં આવી છે. એક કંપની ભારતના ૭ શહેરોમાં સેવા આપી રહી છે. કંપનીએ ગ્રાહકને સપોર્ટ માટે નંબર જાહેર કર્યો છે. ગ્રાહકોને કંપનીના ફોન નંબર પર માહિતી આપવામાં આવી રહી છે, ત્યારબાદ તેની માર્કેટિંગ ટીમ ક્ષેત્રમાં ફરી રહી છે. આ ટીમ ઓર્ડર લઈ રહી છે.

બેંગ્લોરની 'અંત્યેષ્ટિ ફ્યૂનરલ સર્વિસ' કંપની હૈદરાબાદ, ચેન્નાઈ, દિલ્હી, જયપુર જેવા શહેરોમાં સેવા આપી રહી છે. કંપનીએ હૈદરાબાદમાં ૩૨ હજાર રૂપિયાનું પેકેજ રાખ્યું છે. જેમાં પંડિતથી લઇને દરેક વ્યવસ્થા કંપની દ્વારા જ કરવામાં આવે છે. હૈદરાબાદની બીજી કંપની 'ફયુનરલ સર્વિસ સર્વિસ' પણ આ કામમાં લાગી ગઈ છે. આ કંપનીએ ગોલ્ડ અને બેઝિક નામના બે પેકેજો રાખ્યા છે.

(11:09 am IST)