મુખ્ય સમાચાર
News of Sunday, 21st April 2019

ચૂંટણી પંચની નોટીસ પછી પ્રજ્ઞાઅે સવાલ કર્યો કે મસ્‍જિદ તોડવા પર શોક શા માટે ? રામમંદિર ચોક્કસ બનાવાશેનો આશાવાદ

 

નવી દિલ્હી : બાબરી મસ્જિદ તોડી પાડવાને લઈ શોક શેનો? આવું કહેવું છે ભોપાલથી બીજેપી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું. ભોપાલ લોકસભા સીટથી બીજેપીની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ ટ્વિટ કરીને કહ્યું કે રામ માત્ર અમારા જ નહીં કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક છે. ઈતિહાસ દર્શાવે છે કે મીર બાકીએ મંદિરનો આકાર બદલીને તેનું નામ બાબરી મસ્જિદ રાખ્યું અને ગુંબજોનું નિર્માણ કરાવ્યું. ત્યાં સુધી કે અવશેષ પણ મંદિરના મળ્યા. તથાકથિત મસ્જિદ પર શોક શેનો?

ઉલ્લેખનીય છે કે, સાધ્વી પ્રજ્ઞાએ શનિવારે કેમ્પેન દરમિયાન એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રામ મંદિર ચોક્કસપણે બનાવવામાં આવશે. આ એક ભવ્ય મંદિર હશે. એ પૂછવા પર કે શું તેઓ રામ મંદિર બનાવવા માટે સમયસીમા કહી શકે છે. તો પ્રજ્ઞાએ કહ્યું કે, અમે મંદિરનું નિર્માણ કરીશું. છેવેટ, અમે માળખું (બાબરી મસ્જિદ)ને ધ્વસ્ત કરવા માટે તો ગયા હતા.

(3:43 pm IST)