મુખ્ય સમાચાર
News of Sunday, 21st April 2019

વિપક્ષોએ બનાવેલી રાહુલની છબી સત્યથી દૂર :સત્તામાં આવ્યા બાદ સરકારે લોકોનો ભરોષો તોડ્યો :પ્રિયંકા ગાંધી

સતાના મદમાં ભાજપે વિચારવાનું શરુ કર્યું કે તાકાત તેની પાસે છે લોકો પાસે નથી

નવી દિલ્હી :કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા કેરળના વાયનાડ પહોંચ્યા હત તેમણે લોકસભા સીટના ઉમેદવાર અને કોંગ્રેસના અધ્યક્ષ પોતાના ભાઈ માટે ચૂંટણી પ્રચાર પણ કર્યો. આ દરમિયાન જનતાને સંબોધિત કરતા પ્રિયંકાએ કહ્યુ - હું જે વ્યક્તિ માટે અહીં આવી છુ તેને હું જન્મના દિવસથી જાણુ છુ.

  તેમણે કહ્યુ કે 'રાહુલ તમારા આ ચૂંટણીમાં તમારા ઉમેદવાર હશે અને છેલ્લા દસ વર્ષો દરમિયાન પોતાના વિપક્ષતરફથી તે ઘણા વ્યક્તિગત હુમલા ઝેલી ચૂક્યા છે. તેમની છબી એવી બનાવી દેવામાં આવી છે જે સત્યથી ઘણી દૂર છે.'

 પ્રિયંકાએ ભાજપ પર હુમલો કરતા કહ્યુ કે 5 વર્ષ પહેલા એક સરકાર ભારે બહુમતથી જીતીને કેન્દ્રમાં આવી હતી. આપણા દેશની જનતાને તેના પર પૂર્ણ વિશ્વાસ બતાવ્યો અને ભાજપ પાસે આશા રાખી. સત્તામાં આવ્યા બાદથી જ આ સરકારે લોકોના ભરોસાને તોડ્યો છે

   આ ઉપરાંત જનતાને સંબોધિત કરતા પ્રિયંકાએ ભાજપ વિશે કહ્યુ કે - આ લોકોએ વિચારવાનું શરૂ કરી દીધુ કે તાકાત તેમની પાસે છે લોકો પાસે નહિ. આનો પહેલો સંકેત ત્યારે જ મળી ગયો હતો જ્યારે તેમના પોતાના અધ્યક્ષે ચૂંટણી ખતમ થતા જ 15 લાખના ચૂંટણી વચનને ચૂંટણી વચન ગણાવી દીધુ.

(12:00 am IST)