મિલિંદ સોમનના તેનાથી 20-25 વર્ષ નાની ગર્લફ્રેંડ અંકિતા સાથે લગ્ન
એરહોસ્ટેસ અંકિતા અને મિલિંદની લગ્નની તૈયારીઓના ફોટો વાયરલ
મુંબઈ :છેલ્લા ઘણા સમયથી મિલિન્દ સોમન અને તેની ગર્લફ્રેન્ડ અંકિતના લગ્નની ચર્ચા છે મિલિન્દ સોમન તેનાથી 20-25 વર્ષ નાની ગર્લફ્રેંડ અંકિતા સાથે ટૂંક સમયમાં લગ્ન કરી લેશે. હવે એરહોસ્ટેસ અંકિતા અને મિલિંદની લગ્નની તૈયારીઓના ફોટો વાયરલ થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી બંનેની તસવીરોથી સ્પષ્ટ થાય છે અલીબાગમાં લગ્નની વિધિ થઈ રહી છે. કેટલીક તસવીરોમાં ફૂલોથી કરેલું ડેકોરેશન જોઈ શકાય છે તો કોઈ તસવીરમાં અંકિતા હાથમાં મહેંદી લગાવીને મિલિંદ સાથે પોઝ આપી રહી છે.
તસવીરોમાં જોઈ શકાય છે કે બંનેના મિત્રો અને પરિવારજનો પણ લગ્ન પ્રસંગે હાજર છે. જો કે લગ્નની બાબતે મિલિંદ કે અંકિતા તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એવામાં એક્સ મોડલ મિલિંદ સોમનના ફેન્સ બસ રાહ જોઈ શકે છે કે મિલિંદ પરણે છે કે નહીં.