મુખ્ય સમાચાર
News of Saturday, 21st April 2018

કાશ્મીર ખીણના વિવિધ ભાગોમાં સંઘર્ષ દરમ્યાન સંખ્યાબંધ વિધાર્થી ઘવાયા

કઠુઆ  રેપ  એન્ડ મર્ડર કેસના  વિરોધમાં કાશ્મીરખીણના વિવિધ શહેરોમાં વિદ્યા'થનીઓએ વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા. જેમાં પોલીસ સાથે સંઘર્ષ થતાં બે પ્રદર્શનકર્તા ઘવાયા હતા જેમાં એક મહિલા હતી. જેને ટીયરગેસનો સેલ વાગ્યો હતો.  ત્યારબાદ તેને શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી. ગુરૂવારે સમગ્ર કાશ્મીર ખીણમાં ભારે વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. જ ેહિંસામાં પરિવર્તન થયા હતા. વિદ્યાર્થીઓએ પોલીસે ચંડોરા હોસ્પિટલમાં જઈ મારઝુડ કરી હતી. ઈજાગ્રસ્તોને  હોસ્પિટલમાં  સારવાર કરી રહેલ સ્ટાફને પણ પોલીસે માર માર્યાે હતો. શોપીયામાં   વિદ્યાર્થીઓએ દેખાવો યોજ્યા હતા. જ્યાં પોલીસ સાથે  અથડામણમાં ૧૮ યુવાનો ઘવાયા હતા. બે યુવાનોને હોસ્પિટલમાં સારવાર અપાઈહતી. બાંદીપુરના અજાસ વિસ્તારમાં પોલીસ,વિદ્યાર્થીઓ અને દુકાનદારો વચ્ચે સંઘર્ષ થયો હતો.   બારામુલ્લા, સોપોર, ઉરી,રફીયાબાદ ખાતે વિદ્યાર્થીઓએ રસ્તા રોક્યા હતા. સમગ્ર ખીણમાં શાળા-કોલેજો બંધ રખાઈ હોવા છતાં  વિદ્યાર્થીઓએ રસ્તા પર આવી દેખાવો યોજી સલામતી દળો પર પથરાવ કર્યાે હતો.  ખીણમાં ધંધા-રોજગાર બંધ રખાયા હતા. ગૌહરપુરામાં એક પ્રદર્શનકારીને આંખમાં શેલ વાગ્યો હતો. જેને શ્રીનગર સારવાર માટે લવાયો હતો. દળોએ વિદ્યાર્થીઓ અનેવિદ્યાર્થિનીઓ પર મોટા પાયે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડ્યા હતા. બે પોલીસોને પણ ઈજાઓ થઈ હતી. (૪૦.૭)

(2:37 pm IST)