મુખ્ય સમાચાર
News of Saturday, 21st April 2018

અમારા વહાણો દક્ષિણ ચીન સાગરમાંથી જ પસાર થશે :ચીનની દાદાગીરીને ઓસ્ટ્રેલિયાએ ખુલ્લેઆમ પડકારી

ચીને દક્ષિણ ચીન સમુદ્રમાં ત્રણ જહાંજોને પડકારતા ઓસ્ટ્રેલિયાનો આકારો મિજાજ

 

દક્ષિણ ચીન સાગરમાં ચીનની દાદાગીરીને ઓસ્ટ્રેલિયાએ ખુલ્લેઆમ પડકારતા ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટ કહી દીધું છે કે, અમારા વહાણો દક્ષિણ ચીન સાગરમાંથી પસાર થશે. આંતરરાષ્ટ્રિય કાયદા પ્રમાણે ઓસ્ટ્રેલિયન નેવીને દક્ષિણ ચીન સાગરમાંથી પસાર થવાનો પુરેપુરો અધિકાર છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ચીને દક્ષિણ ચીન સમુદ્રમાં ઓસ્ટ્રેલિયાના ત્રણ જહાંજોને પડકાર્યા હતાં. જહાંજ વિયેતનામ જઈ રહ્યાં હતાં. તેમાંથી બે વોરશિપ અને એક તેલ ટેંકર હતું.

એસ્ટ્રેલિયાના વડાપ્રધાન માલ્કમ ટર્નુબલ હાલ બ્રિટનના પ્રવાસે છે. જ્યાં તેમને પુછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, અમે દુનિયાભરમાં નૌકાવ્યવહાર અને વિમાનોની અવરજવરની સ્વતંત્રતાના પક્ષધર છીએ. દક્ષિણ ચીન થઈને અમારા જહાંજો પસાર થશે. આંતરરાષ્ટ્રિય કાયદા પ્રમાણે દક્ષિણ ચીન સાગર સહિત દુનિયાના કોઈ પણ સમુદ્ર વિસ્તારમાંથી અમારા જહાંજો પસાર થઈ શકે છે. તેમ કરવું અમારો અધિકાર છે.

  જોકે ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રાલયે ચીને તેના 3 જહાંજો આંતર્યા હોવાને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી આપી નથી. પરંતુ કહેવાય છે કે, ગત ગુરૂવારે ત્રણેય જહાંજ વિયેતનામના સમુદ્રી શહેર હો ચી મિન્હ પહોંચ્યા હતાં.

   એક ઓસ્ટ્રેલિયન થિંક ટેંકના કાર્યકારી નિર્દેશક નીલ જેમ્સના જણાવ્યા અનુંસાર, પહેલા તબક્કામાં ચીનની નેવીએ રેડિયો પર ઓસ્ટ્રેલિયન નેવીના જહાંજોને પડકાર્યા કે તમે ચીનના જળક્ષેત્રમાં છો અને ત્યાર બાદ તેમની ઓળખ કરવા કહ્યું. જવાબમાં ઓસ્ટ્રેલિયાના જહાંજોએ પણ સંભળાવી દીધું કે, અમે આંતરરાષ્ટ્રિય જળસીમામાં છે. ત્યાર બાદ ચીને બાબતની ખાતરી કરવા એક વિમાન અને એક વોરશિપ રવાના કર્યું હતું

(12:00 am IST)