મુખ્ય સમાચાર
News of Saturday, 21st April 2018

નોટબંધી બાદ શંક્સ્પદ લેણદેણમાં પાંચ ગણો વધારો :સરકારી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાશો

દેશની બેંકોએ અત્યાર સુધીની સૌથી વધારે નકલી નોટો ઝડપી

 

નવી દિલ્હી : નોટબંધી બાદ શંક્સ્પદ લેણદેણમાં પાંચ  ગણો વધારો થયાનો સરકારી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાશો થયો છે દેશની બેંકોએ અત્યાર સુધીની સૌથી વધારે નકલી નોટો ઝડપી છે.સાથે નોટબંધી બાદ શંકાસ્પદ લેણ-દેણમાં 480 ટકાનો વધારો થયો છે. બધુ નોટબંધી બાદ શંકાસ્પદ જમા નોટો પર તૈયાર કરવામાં આવેલ સરકારી રિપોર્ટમાં બહાર આવ્યું છે

 

   રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાઈવેટ, પબ્લિક અને કોઓપરેટિવ સેક્ટર સહિત તમામ બેંકો અને અન્ય ફાયનાન્શિયલ ઈન્સ્ટીટ્યુશને સંયુક્તરૂપથી 2016-17માં 400 ટકાથી વધારે શંકાસ્પદ લેણદેણનો રિપોર્ટ તૈયાર કર્યો છે. આવા ટ્રાંજેક્શનની સંખ્યા 4.73 લાખ છે. તમને જણાવી દઈએ કે, રિપોર્ટ કેન્દ્રીય નાણાં મંત્રાલયની ફાયનાન્શિયલ ઈન્ટેલિજન્સ યૂનિટે તૈયાર કરી છે.

 

રિપોર્ટમાં કહેવાયું છે કે

- કેન્દ્રીય નાણાં મંત્રાલયની ફાયનાન્શિયલ ઈન્ટેલિજન્સ યૂનિટે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, બેંકિંગ અને નાણાકીય ચેનલોમાં નકલી મુદ્દાના લેણદેણમાં ગત વર્ષની તુલનાએ 2016-17 દરમ્યાન 3.22 લાખ મામલા વધારે સામે આવ્યા છે.

- ફાયનાન્શિયલ વર્ષ 2015-16માં નકલી મુદ્દાના કુલ 4.10 લાખ મામલા સામે આવ્યા હતા, જ્યારે 2016-17માં સંખ્યા વધી 7.33 લાખ થઈ ગઈ છે. નકલી નોટો પરનો તાજો આંકડો અત્યાર સુધીનો સર્વોચ્ચ આંકડો છે.

- નકલી મુદ્દા માટે રિપોર્ટના આંકડાને સંકલિત કરવાનું કામ સૌપ્રથમ ફાયનાન્શિયલ વર્ષ 2008-09માં શરૂ કરવામાં આવ્યું હતું.

- ફાયનાન્શિયલ વર્ષ 2016-17માં શંકાસ્પદ લેણદેણ રિપોર્ટમાં 4,73,006 મામલા સામે આવ્યા છે, જે 2015-16ની તુલનામાં ચાર ઘણા વધારે છે.

(12:00 am IST)