મુખ્ય સમાચાર
News of Friday, 20th April 2018

નવજાત બાળકીનાં નામે 11 હજાર રૂપિયાની એફડી કરાવશે ઓકસી કંપની

યોજનામાં ત્રણ મહિનાની ગર્ભવતી મહિલાએ નોંધણી કરાવવી પડશે ;દીકરી જન્મે તો 11 હજારની એફડી ઇસ્યુ કરાશે

નવી દિલ્હી: સ્વાસ્થ્યનાં સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરનારી મુખ્ય કંપની ઓક્સી (OXXY) કહ્યું કે, તે દેશમાં જન્મ લેનારા દરેક નવજાત બાળકીનાં નામે 11 હજાર રૂપિયાની એફડી કરાવશે. દેશમાં સેક્સ રેશિયોનું અંતર ઘટાવવા માટે અને નવી જન્મનારી બાળકીનું શિક્ષણ અને પ્રોફેશનલ મહિલાઓનાં પ્રોફેશનલ લક્ષ્યો મેળવવામાં મદદ કરે છે.

   ઓક્સીએ કહ્યું કે, તે ઓક્સી કન્યા શિશુ વિકાસ કાર્યક્રમ હેઠળ સમગ્ર દેશ માટે નોંધી કરાવનારા માતાપિતાને બાળકીનાં જન્મ સમયે 11 હજાર રૂપિયાની એફડી આપવામાં આવશે. ઓક્સી હેલ્થ કેરની યોજનામાં ત્રણ મહિનાની ગર્ભવતી મહિલાને તેનાં માટે નોંધણી કરાવવી પડશે. ડિલીવરી થયા બાદ જો બાળકીનો જન્મ થાય છે તો બાળકીનાં નામે 11 હજાર રૂપિયાની એફડી ઇશ્યુ કરવામાં આવશે.
  
બાળકીનાં આધારકાર્ડ અને બેંક ખાતા સાથે લિંક કરી દેવામાં આવશે. 18 વર્ષ પુરા થયા બાદ તે કોઇ રોકટોક વગર રકમનો ઉપયોગ કરી શકશે. નોંધણી ઓક્સી હેલ્થ એપ પર થઇ શકે છે.

(1:40 am IST)