મુખ્ય સમાચાર
News of Tuesday, 21st March 2023

જોરદાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં ખૂબ દૂર : સ્કાયમેટના મહેશ પાલાવત કહે છે ગભરાવાની જરૂર નથી. ભારતમાં કોઈ ખાસ નુકસાનની અપેક્ષા નથી. ઉત્તર જમ્મુ અને કાશ્મીર તથા ઉત્તર પંજાબમાં ભૂકંપના આંચકા વધુ જોરદાર આવ્યા

આજે રાત્રે આવેલા જોરદાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં ખૂબ દૂર હતું. સ્કાયમેટના મહેશ પાલાવત કહે છે ગભરાવાની જરૂર નથી. ભારતમાં કોઈ ખાસ નુકસાનની અપેક્ષા નથી. ઉત્તર જમ્મુ અને કાશ્મીર તથા ઉત્તર પંજાબમાં ભૂકંપના આંચકા વધુ જોરદાર આવ્યા છે. ભૂકંપની તીવ્રતા વાળા ઝોન ૫ માં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ્સનું જ્યાં મિલન થાય છે ત્યાં કેન્દ્ર બિંદુ આવેલું છે.


મહેશ પાલાવત પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર કહે છે કે આ એક જોરદાર ભૂકંપ હતો અને મહા ભય હવે સમાપ્ત થઈ ગયો છે.  આફ્ટરશોક્સ સામાન્ય રીતે હળવા હોય છે. ભૂકંપની જોરદાર તીવ્રતાની આજુબાજુની જૂની ઇમારતોને નુકસાન પહોંચાડી શકે છે. જોકે ભારતમાં હવે  કોઈ ચિંતા નથી જણાતી.

(11:25 pm IST)