મુખ્ય સમાચાર
News of Tuesday, 21st March 2023

ત્રણ વર્ષમાં ગેસ સિલિન્‍ડર ૮૯.૭ ટકા મોંઘો થયો

કેન્‍દ્ર સરકારના જણાવ્‍યા મુજબ મે ૨૦૨૦માંᅠકિંમત ૫૮૧ રૂપિયા હતી જે માર્ચ ૨૦૨૨માંᅠ૧૧૦૩ થઇ

નવી દિલ્‍હી તા. ૨૧ :  કેન્‍દ્રએ રાજયસભામાં જણાવ્‍યું કે છેલ્લા ત્રણ વર્ષમાં ઘરેલુ ગેસ સિલિન્‍ડર ૮૯.૭ ટકા મોંઘો થયો છે. રાજયસભામાં સંસદᅠઈલામારમᅠકરીમના સવાલ પર કેન્‍દ્રીય પેટ્રોલિયમ રાજય મંત્રી રામેશ્વર તેલીએᅠલેખિત જવાબમાં કહ્યું કે ઘરેલુ ગેસ સિલિન્‍ડરની કિંમત મે ૨૦૨૦માં ૫૮૧.૫૦ રૂપિયા હતી. જે માર્ચ ૨૦૨૩માં ૧૧૦૩ રૂપિયા પર રહેલીᅠછે. કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમત માર્ચ ૨૦૨૦નાᅠ૧૦૨૯ રૂપિયાથી વધીનેᅠમાર્ચ ૨૦૨૩માં ૨૧૧૯.૫૦ રૂપિયા થઇ છે.ᅠ

પેટ્રોલિયમ રાજયમંત્રીએ કહ્યું કે ભારત તેમની ઘરેલુ એલપીજી વપરાશના ૬૦ ટકાથી વધુ આયાત કરે છે.આંતરરાષ્ટ્રીય મૂલ્‍યોની અસ્‍થિરતાથી ઘરેલુ એલપીજીની કિંમતોᅠએપ્રિલ ૨૦૨૦માં ૨૩૬ ડોલર પ્રતિ એમટી હતી. જે ફેબ્રુઆરી ૨૦૨૩માં ૭૯૦ ડોલરᅠપ્રતિ એમટી થયા

(11:25 am IST)