મુખ્ય સમાચાર
News of Thursday, 21st March 2019

કોંગ્રેસની પરંપરાગત બેઠક અમેઠીમાં રાહુલ ગાંધીને ફરીવાર ટક્કર આપશે સ્મૃતિ ઈરાની

અમેઠી લોકસભા હેઠળની પાંચ વિધાન્સભામાંથી કોંગ્રેસના ખાતામાં એકપણ બેઠક નથી :છેલ્લા પાંચ વર્ષથી સ્મૃતિ ઈરાની સતત સક્રિય

 

નવી દિલ્હી :કોંગ્રેસની પરંપરાગત અમેઠી લોકસભા બેઠક પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ફરીવાર સ્મૃતિ ઇરાનીની ટક્કર થશે ભાજપે જાહેર કરેલી પહેલી યાદીમાં સ્મૃતિ ઈરાનીને અમેઠીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા  છે.

   ગત લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને આકરી ટક્કર આપી હતી. જેમા તેઓ 1 લાખ સાત હજાર 903 મતથી હાર્યા હતાં. ચૂંટણીમાં રાહુલ ગાંધીને 4 લાખ 8 હજાર 651 મત જ્યારે સ્મૃતિ ઈરાનીને ત્રણ લાખ 74 મત મળ્યા હતાઅમેઠીમાં હાર મળ્યા બાદ સ્મૃતિ ઈરાની છેલ્લા પાંચ વર્ષથી સતત અમેઠીની મુલાકાત લઈ રહ્યા છે. તેમણે અમેઠીમાં અનેક વિકાસ કાર્યનો  શિલાન્યાસ પણ કર્યો. જેથી અમેઠીનાં લોકોનું કહેવુ છે કે, સ્મૃતિ ઈરાનીના કારણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીની મુલાકાતે સતત આવી રહ્યા છે.

   અમેઠી લોકસભા હેઠળ પાંચ વિધાનસભાની બેઠક આવે છે. જેમા તિલોઈ, જગદીશપુર, અમેઠી અને ગૌરીગંજ બેઠકનો સમાવેશ થાય છે. 2017માં યુપીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પાંચમાંથી માત્ર ગૌરીગંજ બેઠક પર સપાને જીત મળી હતી. જ્યાકે કોંગ્રેસના ખાતામાં એક બેઠક પણ આવી નહોતી.

   કોંગ્રેસનો ગઢ ગણતી અમેઠી બેઠક પર અત્યાર સુધીમાં 16 લોકસભા અને બે વખત પેટા ચૂંટણી યોજાઈ છે. જેમાં કોંગ્રેસે 16 વખત ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. જ્યારે 1977માં લોકદળ અને 1998માં ભાજપને જીત મળી હતી. તો વળી બસપા અને સપાએ એક પણ વખત અમેઠી બેઠક પરથી ખાતુ ખોલાવ્યુ નથી

(11:19 pm IST)