મુખ્ય સમાચાર
News of Thursday, 21st March 2019

ધુળેટીના દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત :પેટ્રોલમાં 7 પૈસા અને ડીઝલમાં લિટરે 10 પૈસાનો ઘટાડો

ઘણા દિવસથી ઇંધણના વધતા ભાવમાં થૉડી રાહત :વાહન ચાલકોને થશે ફાયદો

નવી દિલ્હી :આજે ધુળેટીના દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. પાછલા કેટલાક દિવસોમાં પેટ્રોલ મોંઘુ થયું હતું જ્યારે ડીઝલની કિંમતમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે પરંતુ આજે પેટ્રોલ 7 પૈસા સસ્તું થયું છે જ્યારે ડીઝલની કિંમતમાં લિટરે 10 પૈસાનો ઘટાડો થયો છે  જો કે તેના ભાવમાં કોઈ બદલાવ થયો નથી.

આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 72.78 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલની કિંમત 66.80 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 78.40 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 69.97 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. ચેન્નઈમાં પેટ્રોલ 75.59 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલની કિંમત 70.59 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ 74.86 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 68.59 રૂપિયા પ્રતિ લીટર છે.

(10:26 am IST)