મુખ્ય સમાચાર
News of Wednesday, 21st March 2018

23મીએ રાજ્યસભાની ચૂંટણી :છ રાજ્યોની 25 બેઠકો માટે મતદાન

દેશના 10 રાજ્યોમાં 33 બેઠકો પર બિનહરીફ વરણી બાદ શુક્રવારે જામશે રોમાંચક જંગ

નવી દિલ્હી :આગામી 23મીએ રાજ્યસભાની ચૂંટણી યોજનર છે 16 રાજ્યોની રાજ્યસભાની 58 બેઠકો માટે ચૂંટણી હતી તેમાં 10 રાજ્યોની રાજ્યસભાની 33 બેઠકો પર સાંસદોની બિનહરીફ વરણી થયા બાદ બાકીના 6 રાજ્યોની 25 બેઠકો પર 23 માર્ચે મતદાન થવાનું છે

    ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાંથી રાજ્યસભાના 33 સાંસદો બિનહરીફપણે ચૂંટાયા છે. દશ રાજ્યોમાં નામ પાછા ખેંચાયા બાદ નિર્ધારીત બેઠકો જેટલા ઉમેદવારો બાકી બચ્યા હતા. જો કે યુપી, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ઝારખંડ, છત્તીસગઢ અને તેલંગાણામાં રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી થવાની છે. રાજ્યોમાં નિર્ધારીત બેઠકોથી વધારે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

   યુપીની દશ બેઠકો પર ભાજપ અને બીએસપી વચ્ચે જંગ છે. યુપીમાં 11 ઉમેદવારો મેદાનમાં છે. ધારાસભ્યોની સંખ્યાની દ્રષ્ટિએ ભાજપને આઠ અને સમાજવાદી પાર્ટીના એક સદસ્યની જીત નક્કી છે. જ્યારે એક બેઠક માટે બીએસપીના ઉમેદવાર ભીમરાવ આંબેડકર અને ભાજપના સમર્થનવાળા અપક્ષ ઉમેદવાર અનિલ અગ્રવાલ વચ્ચે મુકાબલો છે. બીએસપીના ઉમેદવારનું સમાજવાદી પાર્ટી, અજિતસિંહની આરએલડી અને કોંગ્રેસ સમર્થન કરી રહી છે. ઓમપ્રકાશ રાજભર અને અપનાદળના બદલાયેલા સૂર વચ્ચે ભાજપે ડેમેજ કંટ્રોલ પણ કર્યું છે.

ભાજપ યુપીમાં નવમી રાજ્યસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર અનિલ અગ્રવાલને જીતાડવા માટે તમામ શક્ય કોશિશોમાં લાગી ગયું છે. ભાજપના ગઠબંધન પાસે 28 વધારાના વોટ છે. જ્યારે બેઠક જીતવા માટે 37 વોટની જરૂર છે. આમ ભાજપને બેઠક જીતવા માટે નવ વોટની જરૂર છે. સમાજવાદી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા નરેશ અગ્રવાલ અને અપક્ષ ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંહ તરફથી ભાજપને આશાઓ છે પેટાચૂંટણીમાં જીત માટે વિપક્ષના હોંસલા ઘણાં બુલંદ છે. સમાજવાદી પાર્ટી, બીએસપી અને કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી લાઈનથી અલગ વોટિંગ કરે તેવી સંભાવના ઓછી છે.

(1:10 am IST)