મુખ્ય સમાચાર
News of Wednesday, 21st March 2018

લિંગાયત મુદ્દે કર્ણાટક કોંગ્રેસમાં ખુલ્લો બળવો : મોટા નેતા ભાજપમાં સામેલ થવાની શકયતા

અખિલ ભારતીય વીરશૈવ-લિંગાયત સમાજના અધ્યક્ષ અને કોંગ્રેસના ધારાસભ્ય શિવશંકરપ્પાએ યુ ટર્ન લીધો

 

બેંગ્લુરુ :લિંગાયત મુદ્દે કર્ણાટકમાં કોંગ્રેસમાં અસંતોષનો દાવાનળ પ્રગટ્યો છે લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપવા જતા સત્તાધારી કોંગ્રેસ પાર્ટીમાં ફૂટ [પડી છે કોંગ્રેસના ધારાસભ્ય શમનૂર શિવશંકરપ્પા અને તેમના પુત્ર અને રાજ્યમંત્રી એસએસ મલ્લિકાર્જુને ખુલ્લો બળવો કર્યો છે  શિવશંકરપ્પાને મધ્ય કર્ણાટકમાંથી વીરશૈવ-લિંગાયત સમાજના એક તાકાતવાર નેતા છે બંનેએ સંકેત આપ્યા છે કે તેઓ બીજેપીમાં સામેલ થવા માટે પાર્ટી છોડી શકે છે 

   શમનૂર શિવશંકરપ્પા અખિલ ભારતીય વીરશૈવ-લિંગાયત સમાજના અધ્યક્ષ છે. શિવશંકરપ્પાએ સોમવારે લિંગાયત સમાજને અલગ ધર્મનો દરજ્જો આપવાની ભલામણનું સ્વાગત પણ કર્યું હતું. પરંતુ બીજા દિવસે તેમણે યુ-ટર્ન લઈ લીધો હતો.તેમણે કહ્યું હતું કે, 'મેં   સોમવારે ઉતાવળમાં નિર્યણનું સ્વાગત કર્યું હતું. મને હવે ભાન થયું છે કે એક ભૂલ હતી. કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલી રાજ્યની ભલામણમાં એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે પણ કોઈ વ્યક્તિ ધર્મનું પાલન કરશે તેને લઘુમતિ માનવામાં આવી શકે છે. અમે તેનો વિરોધ કરીએ છીએ. કારણ કે વીરશૈવ સમાજ, બાસવન્ના પહેલા પણ હતો, જેમણે 12મી સદીમાં લિંગાયત ધર્મની સ્થાપના કરી હતી. અમને લાગે છે કે સરકારે દગો દીધો છે.'

નેતાઓના વિદ્રોહના થોડા સમયમાં કર્ણાટકના બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે કોંગ્રેસના એક મોટા નેતા બીજેપીમાં શામેલ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે રાજ્યસભાની ચૂંટણી પછી શિવશંકરપ્પા અને તેના પુત્ર એસએસ મલ્લિકાર્જુન બંને બીજેપીમાં સામેલ થઈ શકે છે.

તેમનો તર્ક હતો કે વીરશૈવ લિંગાયત નથી કેમ કે તે હિન્દુ સંપ્રદાય છે, જે વૈદિક સંસ્કૃતિ અને શાસ્ત્રો પર વિશ્વાસ ધરાવે છે.

  કોંગ્રેસ સરકારના મોટા મંત્રીઓના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે માટે વીરશૈવ લિંગાયતને લઘુમતિ માન્યા કારણ કે તેમની દલીલ હતી કે વીરશૈવ હિન્દુ ધર્મનો હિસ્સો હતો. કોંગ્રેસના નેતાએ કહ્યું, 'ગત વખતે અમારી માંગણી રદ કરવામાં આવી હતી. અમે ભલામણ કરી હતી કે બાસનાદર્શનને માનનાર વીરશૈવને ધાર્મિક લઘુમતિ માનવામાં આવી શકે છે.'

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા શિવશંકરપ્પા અને યેદિયુરપ્પા વચ્ચે ગુપ્ત બેઠક મળી હતી. એ વખતે આ બંને નેતાઓએ આવી કોઈ મિટિંગ થયાનો ઇન્કાર કર્યો હતો.

(11:59 pm IST)