મુખ્ય સમાચાર
News of Wednesday, 21st March 2018

વિશ્વનું સૌથી નાનું કોમ્પ્યુટર તૈયાર કરાયું :કિંમત માત્ર 7 રૂપિયા ;IBM ની અદ્રિતીય સિદ્ધિ : એન્ટી ફ્રોડ ડિવાઇસ

ચિપમાં પ્રોસેસર મેમરી અને સ્ટોરેજ સહિત આખી કોમ્યુટર સિસ્ટમ ઉપલબ્ધ

નવી દિલ્હી:વિશ્વનું સૌથી નાનું કોમ્પ્યુટર તૈયાર કરાયું છે જેની કિંમત માત્ર સાત રૂપિયા હોવાનું અને ટેબની ચીપમાં  પ્રોસેસર મેમરી અને સ્ટોરેજ સહિત આખી કોમ્યુટર સિસ્ટમ ઉપલબ્ધ હોવાનો IBM (ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન કોર્પોરેશન)નો દાવો કર્યો છે કંપનીએ એક પ્રોગ્રામમાં માઇક્રો કોમ્યુટરને બધા સમક્ષ રાખ્યું હતું કંપનીનું કહેવું છે કે એક એન્ટી ફ્રોડ ડિવાઇસ છે. જેના દ્વારા ડિજિટલ ફિંગરપ્રિંટ વડે દરરોજની વસ્તુઓમાં એમ્બેડેડ કરી શકાય છે.કંપનીનો દાવો છે કે આગામી 5 વર્ષોમાં માર્કેટમાં આવી જશે અને તેની કિંમત ફક્ત 7 રૂપિયા હશે

  કંપનીનો દાવો છે કે માઇક્રો કોમ્યુટર એટલે કે ડિવાઇસ એક એંટી ફ્રોડ ડિવાઇસ છે. તેનો હેતુ એવી ટેક્નોલોજી વિકસીત કરવાનો છે, જેના વડે પ્રોડક્ટ પર ટેક્નોલોજીની મદદથી વોટર માર્ક લગાવી શકાય. તેનાથી ચોરી અને છેતરપિંડીના કેસમાં ઘટાડો થાય

  વન સ્વોયર મિલીમીટર સાઇઝના ડિવાઇસને આઇબીએમે ''ક્રિપ્ટો એંકર પ્રોગ્રામ'' હેઠળ તૈયાર કર્યું છે. કારણે તેને એંટી ફ્રોડ ડિવાઇસનું નામ આપ્યું છે. કંપનીનો દાવો છે કે ડિવાઇસની મદદથી ફેક્ટરીમાંથી નિકળીને ગ્રાહક સુધી પહોંચવા સુધી પ્રોડક્ટ સાથે થતી છેડછાડને રોકી શકાય છે. ડિવાઇસની મદદથી કાળા બજારી અને ખાદ્ય સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ઉત્પાદનમાં ક્રિપ્ટોગ્રાફિક્સ એંકર લગાવી શકાય છે. જેથી સપ્લાઇ ચેનમાં થનારી ગડબડીને તાત્કાલિક પકડી શકાય છે

  આઇબીએમના ડિવાઇસમાં નાનકડી રેંડમ એક્સેસ મેમરી, એલઇડી, ફોટો ડિટેક્ટર, ફોટોવોલ્ટિક સેલ સાથે 1 લાખ ટ્રાંજિસ્ટર છે. કોમ્યુટર એટલું નાનું અને સસ્તુ છે કે તેને ક્યારેય પણ અને ગમે ત્યાં રાખી શકાય છે

પોતાના બ્લોગના માધ્યમથી આઇબીએમના રિસર્ચર અરવિંદ ખન્નાએ કહ્યું કે ક્રિપ્ટો એંકર એવી ટેક્નોલોજી છે જે નવા સમાધાનોનો માર્ગ મોકળો કરે છે. તેના માધ્યમથી નકલી વસ્તુઓની ઓળખ, ખાદ્ય સુરક્ષા અને તેની પ્રમાણિકતાની તપાસ કરી શકાય છે. સાથે આઇબીએમ ટેક્નોલોજી ઉપરાંત લેટિસ ક્રિપ્ટોગ્રાફિક એંકર, એઆઇ પાવર રોબોટ માઇક્રોસ્કોપ અને ક્વાંટમ કોમ્યુટર જેવી બીજી ટેક્નોલોજી પણ લાવી રહ્યું છે. જેથી પર્યાવરણ પ્રદૂષણ, પાણીની અછત અને વધતા જતા તાપમાનની સમસ્યાને ઓછી કરી શકાય છે

(11:59 pm IST)