મુખ્ય સમાચાર
News of Wednesday, 21st March 2018

ગુજરાતમાં 13445 સહીત દેશમાં ચાર લાખથી વધુ ભિખારીઓ :પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે

બીજાનમ્બરે યુપી અને ત્રીજાક્રમે બિહાર :લક્ષદ્વીપમાં સૌથી ઓછા બે ભિખારી

 

નવી દિલ્હી :ગુજરાતમાં 13445 સહીત સમગ્ર દેશમાં ચાર લાખથી વધુ ભિખારીઓ છે કેન્દ્ર સરકારે દેશમાં ભિખારીઓની સંખ્યાના આંકડા જાહેર કર્યા છે. લોકસભામાં રજૂ કરેલા આંકડા મુજબ દેશમાં કુલ 4,13,760 ભિખારી છે જેમાં 2,21,673 પુરૂષો અને 1,91,997 મહિલાઓનો સમાવેશ થાય છે.ગુજરાતમાં 13445 ભિખારી છે.

   લોકસભામાં સામાજિક કલ્યાણ મંત્રી થાવરચંદ ગહલોએ રજૂ કરેલ આંકડા મુજબ  ભિખારીઓની સંખ્યામાં પશ્ચિમ બંગાળ પહેલા નંબરે, બીજા નંબરે ઉત્તર પ્રદેશ અને ત્રીજા નંબરે બિહાર છે.

સૌથી ઓછા ભિખારીઓની સંખ્યામાં લક્ષ્યદ્વીપ છે. જ્યાં માત્ર 2 ભિખારી છે. મણિપુર અને પશ્ચિમ બંગાળમાં મહિલા ભિખારીઓની સંખ્યા પુરૂષ ભિખારી કરતા વધારે છે.

    આંકડા મુજબ ભિખારીઓની સંખ્યા પૂર્વોરાજ્યોની સ્થિતિ વધુ સારી છે. પૂર્વોતરના રાજ્યમાં ભિખારીઓની સંખ્યા ખુબ ઓછી છે. અરુણાચલ પ્રદેશમાં માત્ર 114 ભિખારી, નાગાલેન્ડમાં 124 અને મિઝોરમમાં માત્ર 53 ભિખારી છે. સંઘ શાસિત પ્રદેશ દમણ અને દિવમાં 22 ભિખારી અને લક્ષ્યદ્રીપમા માત્ર 2 ભિખારીની સંખ્યા છે.

(11:05 pm IST)