મુખ્ય સમાચાર
News of Wednesday, 21st March 2018

અમેરિકા અને ઇઝરાયલ સાથે મળીને ભારતે ISIS નો ખાત્મો કરવો જોઈએ :સ્વામી સુબ્રહ્મણ્યમ

ભારતીય સૈનિકોને આઈએસના આધારવાળા કોઈપણ દેશમાં મોકલવા બાબતે ખચકાવવું જોઈએ નહીં

નવી દિલ્હી ;ઇરાકમાં 39 ભારતીયોના મોતના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ક્હ્યુ છે કે અમેરિકા અને ઈઝરાયલ સાથે મળીને આઈએસઆઈએસનો ભારતે ખાત્મો કરવો જોઈએ અને ભારતીય સૈનિકોને આના માટેના અભિયાન પર મોકલવાથી ભારત સરકારે ખચકાવું જોઈએ નહીં સંસદમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ઈરાકમાં લગભગ ચાર વર્ષ પહેલા કિડનેપ કરાયેલા 39 ભારતીય લોકોની આઈએસ દ્વારા હત્યા કરાઈ હોવાની જાણકારી આપી હતી.

   ઈરાકના મોસુલમાં 39 ભારતીયોના મોતની પુષ્ટિ બાદ ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સૂચન કર્યું છે કે આઈએસના ખાત્મા માટે ભારતે અમેરિકા અને ઈઝરાયલ સાથે મળીને કામ કરવું જોઈએ. સ્વામીએ ભારતીય સૈનિકોને આઈએસના આધારવાળા કોઈપણ દેશમાં મોકલવા બાબતે ખચકાટ નહીં રાખવાનો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો છે.

    સીરિયા અને ઈરાકમાં આઈએસઆઈએસ સામે મોટા લશ્કરી અભિયાનો બાદ મોસુલ અને રક્કા સહીતના આઈએસના ઘણાં ગઢોને આતંકીઓના કબજા હેઠળથી મુક્ત કરવામાં સફળતા મળી છે. આવા સંજોગોમાં આઈએસના ખાત્મા માટે શું સીરિયા કે ઈરાક સુધી સૈનિકોને મોકલવાની જરૂર પડે તેવી હાલ કોઈ સ્થિતિ છે ખરી અને આમ નથી તો આવા નિવેદન ભારતના ડોમેસ્ટિક પોલિટિક્સને ડહોળવાની કોશિશગણવા જોઈએ કે નહીં.. ?

   ભારતીય નાગરિકોની વિદેશોની સાથે દેશમાં પણ સુરક્ષા થવી જરૂરી છે. વિદેશમાં શું કોઈ દેશના ગઠબંધન હેઠળ સેના મોકલવી હિતાવહ છે કે આના માટે યુએનએસસીના સર્વસંમત નિર્ણય હેઠળ યુએન મિશનમાં સેના મોકલવાની નીતિને દ્રઢતાપૂર્વક વળગી રહેવું ભારતીય હિતોની તરફેણમાં છે..? આ તમામ સવાલો ઈરાકમાં લાપતા 39 ભારતીય નાગરિકોના આઈએસ દ્વારા મોતને ગાટ ઉતારવાની ઘટનામાંથી ઉપજી રહ્યા છે. તેથી ભારતની રાજવ્યવસ્થાએ અને સરકારે નિશ્ચિતપણે ભવિષ્યમાં આવનારી આગામી પરિસ્થિતિઓ સંદર્ભે સ્પષ્ટપણે વિચારણા કરવી જરૂરી છે કે જેથી ભારતીય નાગરિકોની સુરક્ષાની યોગ્ય કાર્યવાહી કરી શકાય.

(10:21 pm IST)